કલગામમાં રૂ. ૨ કરોડના ખર્ચે શાળાનું મકાન તૈયાર થશે
- byDamanganga Times
- 28 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૭ ઃ કલગામ ગ્રામ પંચાયત સરપંચ રોહિતભાઈ હળપતિ ઉપસરપંચ રસિકભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ, ઍસ આઈ ઍ નોટિફાઇડ બોર્ડ ચેરમેન દિલીપભાઈ ભંડારી, જિલ્લા પંચાયત સભ્ય રામદાસભાઇ શાળાના આચાર્ય નિવૃત્ત શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વિધિવત ખાતમુહૂર્ત કરી સુવિધા સંપન્ન શાળાના મકાનમાં વિદ્યાર્થીઓને આ શિક્ષણનો લાભ મળી રહે તે માટે ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા આગેવાનોઍ શ્રીફળ વધેરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો. ધારાસભ્ય રમણભાઈ પાટકરે પ્રસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં નોંધપાત્ર સુધાર જોવા મળે છે.
કરોડો રૂપિયાના ખર્ચે સુવિધા સંપન્ન શાળાઓના મકાનનું નિર્માણ, શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને રાખીને પૌષ્ટિક આહાર, વિદ્યાર્થીનીઓને અવરજવર માટે સાયકલ સુવિધા ઉપરાંત અનેક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
કલગામ ખાતે આગામી સમયમાં પાંચ જેટલી કોલેજનું નિર્માણ થવા જઈ રહ્નાં જે અંગે જમીન માટે જિલ્લા કલેકટરમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. શાળાના મકાનના નિર્માણ કાર્ય સમયે ગુણવત્તા અંગે તકેદારી રાખવા ધારાસભ્ય રમણભાઈ પાટકારે ઍજન્સી તથા ઉપસ્થિત સરપંચ અને શિક્ષકોને ટકોર કરી હતી.
કાર્યક્રમમાં ઉમરગામ ઍપીઍમસી ઉપપ્રમુખ વિજયભાઈ પાટકર, જિલ્લા ભાજપના હોદ્દેદાર મયુરીબેન, ફણસાના આગેવાન હર્ષદભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન, સહિત ગ્રામજનોની ઉપસ્થિતિ જોવા મળી હતી. શાળાના નિર્માણ કાર્ય માટે જમીન દાનમાં આપનાર દાતાનું ખાતમુહૂર્ત પ્રસંગે સાલ ઓઢાડ સન્માન કરાયું હતું.
