વાપીમાં ૭૭મો વન મહોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 28 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા ૭૭મા વન મહોત્સવની ઉજવણી રોફેલ કોલેજ પરિસરમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમનું સ્વાગત વલસાડના નાયબ વન સંરક્ષક આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા મનપાના મેયર દક્ષાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે વાપીને હરિયાળું બનાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા સૌઍ આગળ આવવું જોઈઍ. ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈઍ જણાવ્યું હતું કે ભારત ઍકમાત્ર ઍવો દેશ છે જ્યાંની સનાતન સંસ્કૃતિ ધરતી અને તેના પર વસેલા દરેક જીવની પૂજા કરે છે. વૃક્ષોની પણ પૂજા થાય છે. વાપીમાં શહેરીકરણ પહેલા ઔદ્યોગિકરણ થઈ ચૂક્યું છે ત્યારે વનીકરણની ખૂબ જ જરૂર છે. વનીકરણમાં દરેકની ભાગીદારી જરૂરી છે. વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાનો સંકલ્પ કરી પર્યાવરણના જતનનો સંકલ્પ કરીશું તો જ ધરતીનું સંતુલન જળવાઈ રહેશે અને વાપીને ચોમાસામાં મળતી ૧૦૦ ઇંચ વરસાદની કુદરતી દેન પણ જળવાઈ રહેશે. આ પ્રસંગે વાપી મનપાના કમિશ્નર ઍન. ઍફ. ચૌધરીઍ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત સહિત કેટલાય વિસ્તારો છે જ્યાં માંડ ૭ થી ૮ ઇંચ સિઝનનો વરસાદ પડે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાપીથી તાપી સુધીનો વિસ્તાર આશીર્વાદરૂપ છે કે અહીં ૧૦૦ ઇંચથી વધુ વરસાદ પડે છે. અહીં થતા વનીકરણનું જતન કરવું ઍ દરેક નાગરિક અને નવી યુવા પેઢીની ફરજ છે. આ પ્રસંગે તમામ મંચસ્થ મહાનુભાવોના નામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સામાજિક વનીકરણ વિભાગના વૃક્ષ રથને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝ઼જ્બ્ રબારી, વલસાડ નાયબ સંરક્ષક આર.આર. ચૌધરી, પારડીના ય્જ્બ્ અંકિત પટેલ, રોફેલ કોલેજના ટ્રસ્ટી રાકેશ પટવારી, આચાર્ય હિમાલીબેન દેસાઈ, વાપી મનપાના કાઉન્સિલર જયેશ કંસારા, ભાવલેશ કોટડીયા સહિત અનેક મહાનુભાવો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્ના હતા.
