રંગપુર પ્રા. શાળાને આચાર્ય અને ટીમ ઍ ‘ધ નેકસ્ટ જનરેશન ગવર્મેન્ટ સ્કુલ’માં ફેરવી
- byDamanganga Times
- 27 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઍક દુર્ગમ ગામ રંગપુરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાને ‘ધ નેક્સ્ટ જનરેશન ગવર્મેન્ટ સ્કૂલ’ માં ફેરવવાનું અશક્ય લાગતું કામ આચાર્ય નિતિનકુમાર મહેન્દ્રકુમાર પાઠક અને તેમની ટીમે શક્ય કરી બતાવ્યું છે. વર્ષ ૨૦૧૫ માં પોતાના ઘરથી ૭૨ કિ.મી. દૂર આ શાળામાં બદલી કરાવીને આવેલા નિતિનકુમારે ગામના લોકોના સહયોગ અને લોકભાગીદારીથી આશરે રૂ.૧.૪૮ કરોડનું દાન ઍકઠું કરીને શાળાનું આખું ચિત્ર બદલી નાખ્યું.
અહીં અભ્યાસ કરતી દીકરીઓ હિન્દી ભાષામાં પોતાની શાળાના ન્યૂઝ બુલેટિન ઍન્કર કરે છે, વિદ્યાર્થીઓ ૧૦૮ ર્વકિંગ મોડલ્સવાળા સાયન્સ સેન્ટરમાં -યોગો કરે છે અને વર્ગખંડમાં જ ટેબ્લેટ તેમજ ટચ સ્ક્રીન વડે ટેકનોલોજી આધારિત શિક્ષણ મેળવે છે. નિતિનભાઈઍ જ તૈયાર કરેલા ૩૬૫ દિવસના ગણિત-વિજ્ઞાન કેલેન્ડર અને મ્ય્ કોડ આધારિત શિક્ષણ પદ્ધતિના કારણે છેલ્લા ૩ વર્ષમાં શાળાના ૮૯ વિદ્યાર્થીઓઍ સરકારી મેરિટ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ સ્થાન મેળવ્યું છે. ખાનગી શાળાઓ છોડીને બાળકો હવે આ સરકારી શાળામાં પ્રવેશ લઈ રહ્ના છે.
શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા અને સેંકડો આદિવાસી બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવનારા આ નિષ્ઠાવાન શિક્ષક નીતિનકુમાર પાઠકની ર્ફીદ્દજ્ઞ્ંઁર્ીશ્ર ર્વ્ફૂણૂત્ર્ફૂશ્વસ્ન્ઁ ર્ખ્રૂશ્વફુ ૨૦૨૬ માટે પસંદગી થઈ છે. ૫ સપ્ટેમ્બર ઁશિક્ષક દિન પર સમગ્ર ગુજરાતનું નામ રોશન કરનાર દેશના આ ઍકમાત્ર ગુજરાતી પ્રાથમિક શિક્ષકને રાષ્ટ્રપતિના હસ્તે ઍવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.
