Damanganga Times.

Damanganga Times.

August 27, 2026

નાનાપોંઢા ઍન.આર.રાઉત હાઈ.માં સંસ્કૃત સાહની ઉજવણી કરાઈ

નાનાપોંઢા ઍન.આર.રાઉત હાઈ.માં સંસ્કૃત સાહની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૨૬ ઃ  નાનાપોંઢા ઍન આર રાઉત હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત ભાષાનું ગૌરવ, મહત્વ અને જનમાનસમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી સંસ્કૃત સાહનું પાવન આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત સાહ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા, સંસ્કૃત સંભાષણ, સંસ્કૃત સાહિત્ય પ્રદર્શન તેમજ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી સાહેબે સંસ્કૃત ભાષા આપણી પ્રાચીન સંસ્કૃતિ, જ્ઞાન અને પરંપરાનું અમૂલ્ય વારસો હોવાનું જણાવ્યું હતું. નવી પેઢી સંસ્કૃત ભાષા સાથે જોડાય અને તેના જ્ઞાન તથા મહત્વને સમજે તે માટે આવા કાર્યક્રમો સતત યોજાય તે જરૂરી છે તેમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કપરાડા વિધાનસભાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી સાહેબે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમમાં નાનાપોંઢા તાલુકા પંચાયત પ્રમુખ  મનીષાબેન પટેલ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા નાગરિકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌઍ સંસ્કૃત ભાષાના જતન, સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે સંકલ્પબદ્ધ થવાનો સંદેશ આપ્યો હતો. નાનાપોંઢા ઍન આર રાઉત હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત ભાષાનું ગૌરવ, મહત્વ અને જનમાનસમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી સંસ્કૃત સાહનું પાવન આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાન તથા મહત્વને સમજે તે માટે આવા કાર્યક્રમો સતત યોજાય તે જરૂરી છે તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમમાં નાનાપોંઢા તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન પટેલ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા નાગરિકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌઍ સંસ્કૃત ભાષાના જતન, સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે સંકલ્પબદ્ધ થવાનો સંદેશ આપ્યો હતો.