Damanganga Times.

Damanganga Times.

August 27, 2026

ધરમપુરના પૂ. વ્યાસ દાદાનું અમેરિકાની હાર્વર્ડ યુર્નિ.માં પ્રવચન યોજાયું

ધરમપુરના પૂ. વ્યાસ દાદાનું અમેરિકાની હાર્વર્ડ યુર્નિ.માં પ્રવચન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૬ ઃ ધરમપુરના સુ-સિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય શરદભાઈ વ્યાસ ‘દાદાઍ અમેરિકાના બોસ્ટન સ્થિત વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથા અંતર્ગત યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં મનનીય પ્રવચન આપ્યું હતું. વિશ્વની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના મંચ પરથી ધરમપુરના સંતની વાણી ગુંજવી સમગ્ર ધરમપુર માટે ગૌરવની ક્ષણ બની છે.પૂજ્ય મોરારી બાપુના સંકલ્પથી યોજાયેલી રામકથા દરમિયાન ગોસ્વામી તુલસીદાસજીની જયંતિની પણ ભવ્ય ઉજવણી કરાઈ હતી. ભારતમાંથી પધારેલા સંતો, વિદ્વાનો અને કથાકારોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના વિવિધ પાસાઓ પર વિચાર રજૂ કરાયા હતા. પ્રારંભિક સત્રમાં પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાઍ ‘સાધુ સંગ’ના મહિમા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે જીવનમાં આસક્તિ છોડવાની સાથે સંતોનો સંગ આધ્યાત્મિક પ્રગતિ માટે અત્યંત મહત્વનો છે. ભાગવતના પ્રસંગોના માધ્યમથી તેમણે સમજાવ્યું હતું કે સદ્સંગ જીવનની દિશા બદલી શકે છે અને ભગવાનની પ્રાનો માર્ગ સરળ બનાવી શકે છે.
  દાદાઍ પૂજ્ય મોરારી બાપુની વિશ્વવ્યાપી રામકથા યાત્રાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે વિવિધ દેશોમાં રામકથા પહોંચાડવી ઍ અદભુત આધ્યાત્મિક સેવા છે. બાપુના સમકાલીન બની તેમની કથા અને કાર્યના સાક્ષી બનવું પણ સૌભાગ્યની વાત હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઍપ્રિલ ૧૯૭૭માં કથાયાત્રાનો પ્રારંભ કરનાર પૂજ્ય દાદાઍ અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં ૮૫૦થી વધુ શ્રીમદ્ ભાગવત અને રામાયણ કથાઓ કરી છે. અમેરિકા, બ્રિટન, કેનેડા અને આફ્રિકા સહિતના અનેક દેશોમાં તેમણે સનાતન સંસ્કૃતિનો સંદેશ પહોંચાડ્યો છે.
 હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત મંચ પરથી ધરમપુરના વ્યાસ દાદાનું -વચન યોજાવું ઍ માત્ર વ્યક્તિગત સન્માન નહીં, પરંતુ ધરમપુરની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરા માટે પણ ગૌરવની ઐતિહાસિક ક્ષણ બની છે.