વલસાડની વિદ્યાલયમાં ૧૮મી ‘સ્વ. પૂ. મણિબા સ્મૃતિ પારિતોષિક’ સ્પર્ધા યોજાઈ
- byDamanganga Times
- 27 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ શ્રી વલસાડ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત મણિબા સાર્વજનિક વિદ્યાલય વલસાડમાં મંડળના પ્રમુખ વિનોદચંદ્ર મગનલાલ દેસાઈના અધ્યક્ષપણા હેઠળ અને મંત્રી દોલતભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ૧૮ મી સ્વ. પૂજ્ય મણિબા સ્મૃતિ પારિતોષિક સ્પર્ધા અંતર્ગત માધ્યમિક વિભાગ માટે કાવ્યલેખન-કાવ્યપઠન અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે દેશભક્તિ ગીત ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય બાદ ઈ.આચાર્ય રાજેશભાઈ આહીરે મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સ્વ. પૂજ્ય મણિબાનાઙ્ખ આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડી સૌઍ શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ મણિબા વિદ્યાલયના માધ્યમિક વિભાગના શિક્ષિકા ગીતાબેન પરમારે મણિબાની જીવન ઝરમર રજૂ કરી હતી. માધ્યમિક વિભાગના શિક્ષિકા ગાયત્રીબેને નિર્ણાયકોનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ માધ્યમિક વિભાગની કાવ્યપઠન સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. જેનો વિષય હતો માતૃવંદના. મંડળ સંચાલિત પાંચ શાળાઓઍ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે મિસબાહ હાસ્મી (આર. ઍમ. વી.ઍમ. વિદ્યાધામ) અને બીજા ક્રમે પ્રિયાંશી બર્નવાલ (જમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય) વિજેતા બન્યા હતા. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની દેશભક્તિ ગીત ડાન્સ સ્પર્ધામાં મંડળ સંચાલિત પાંચ શાળાઓમાંથી પ્રથમ ક્રમે મણિબા સાર્વજનિક વિદ્યાલય અને દ્વિતીય ક્રમે જી.વી.ડી હાઇસ્કુલ નું ગ્રુપ વિજેતા બન્યું હતું. આ સ્પર્ધામાં જ્યોતિબેન ભાવસાર, સપનાબેન શર્મા અને દર્શનાબેન કનાડાઍ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. તમામ વિજેતા સ્પર્ધકોને શિ લ્ડ અને પ્રમાણપત્ર દ્વારા મંડળના પ્રમુખ, મંત્રી અને કમિટી સભ્ય દ્વારા આપવામાં આવ્યા હતા.
શાળાના ઈ.આચાર્ય રાજેશભાઈઍ વિદ્યાર્થીનીઓની સિદ્ધિ ને બિરદાવી તેમને સૌને અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉત્તરોઉત્તર પ્રગતિ સાધે તેવી શુભકામના વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન માટે શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અંતે કાર્યક્રમની આભારવિધિ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક હર્ષદભાઈ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી નયનાબેન દેસાઈ અને બીનાબેન મહેતાઍ કર્યું હતું.
