Damanganga Times.

Damanganga Times.

August 27, 2026

વલસાડ, ડાંગ અને નવસારીના અંતરિયાળ વિસ્તારોમાં બ્લડ સ્ટોરેજ સેન્ટરો જીવન સંજીવની કેન્દ્રો બન્યા

 વલસાડ, ડાંગ અને નવસારીના અંતરિયાળ વિસ્તારોમાં બ્લડ સ્ટોરેજ સેન્ટરો જીવન સંજીવની કેન્દ્રો બન્યા


વિશેષ અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી
વલસાડ, તા.૨૬ ઃ વલસાડ રકતદાન કેન્દ્ર દ્વારા ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં ખાસ કરીને અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારો ઍવા વાંસદા, ચીખલી, ધરમપુર, નાનાપોંઢા, કપરાડા, ઉમરગામ અને મહારાષ્ટ્રના સરહદી ગામડાઓની આદિવાસી વસ્તી માટે કાર્યરત કરાયેલા બ્લડ સ્ટોરેજ સેન્ટરો જીવન સંજીવની બન્યા છે. પહેલા લોકોઍ રક્ત મેળવવા માટે ૧૦૦ થી ૧૬૦ કિમી દૂર સુધી રઝળવુ પડતું હતું. પરંતુ હવે નવા બ્લ્ડ સ્ટોરેજ સેન્ટરો શરૂ થતા લોકોને નવુ જીવન મળી રહ્ના છે. કટોકટીના સમયમાં ઘર આંગણે જ સારવાર પૂરી પાડવામાં આ સેન્ટરો મદદરૂપ બન્યા છે.
વલસાડ રક્તદાન કેન્દ્રના કુલ ૧૪ બ્લડ સ્ટોરેજ સેન્ટર પૈકી છેલ્લા ૭ મહિનામાં નવાં ખુલેલા ૦૫ બ્લડ સ્ટોરેજ સેન્ટર ખોલવામાં આવે છે જેમાં (૧) નવસારી જિલ્લામાં શ્રી હોસ્પિટલ, તથા (૨) કોટેજ હોસ્પિટલ, વાંસદા અને (૩) સ્પંદન હોસ્પિટલ, ચીખલી તેમજ વલસાડ જિલ્લામાં (૪) શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલ, વાપી અને (૫) ચિરંજીવી હોસ્પિટલ, નાનાપોંઢા (કપરાડા)નો સમાવેશ થાય છે. આ સેન્ટરો શરૂ થતાં અગાઉ ચીખલી વિસ્તારના દર્દીઓને ૩૦થી ૫૦ કિમી, વાંસદાના દર્દીઓને આશરે ૭૦  કિમી અને ડાંગ જિલ્લાના અનેક દર્દીઓને ૧૦૦થી ૧૬૦ કિમી સુધીનો લાંબો પ્રવાસ કરીને સુરત, નવસારી અથવા વલસાડ સુધી જવું પડતું હતું અને રક્ત મેળવવાની પ્રક્રિયામાં ૪ થી ૧૨ કલાક જેટલો કિંમતી સમય પસાર થતો હતો, જે ગંભીર દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકતો હતો. આજે નજીકના બ્લડ સ્ટોરેજ સેન્ટરોમાં સરળતાથી બ્લડની ઉપલબ્ધતાના  કારણે દર્દીના પરિવારનો  કિંમતી સમય બચી રહ્ના છે અને દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ રહ્નાં છે જેથી દર્દીના જીવન અને મૃત્યુ વચ્ચે નું અંતર વધ્યું છે. વલસાડ રક્તદાન કેન્દ્રના માનદ મંત્રીશ્રી ડો. વિશાલ મહેતા જણાવે છે કે, કેન્દ્ર સરકારના તમામ ધારાધોરણો મુજબ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વલસાડ રક્તદાન કેન્દ્ર ત્રણેય જિલ્લામાં કુલ ૧૪ બ્લડ સ્ટોરેજ સેન્ટરોનું સફળ સંચાલન કરી રહ્નાં છે. જાન્યુઆરીથી જૂલાઇ -૨૦૨૬ દરમિયાન કુલ ૧૪ પૈકી કાર્યરત ૧૨ બ્લડ સ્ટોરેજ સેન્ટરોમાં માત્ર ૭ મહિનામાં કુલ મેળવેલ ૧૭,૩૯૪ યુનિટ રક્તદાન પૈકી ૪,૩૭૨  યુનિટ ઍટલે કે ૨૫ ટકા રક્ત અંતરિયાળ વિસ્તારના બ્લડ સ્ટોરેજ સેન્ટરો સુધી પહોંચાડવામાં આવ્યું છે. આ કામગીરીના પરિણામે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના હજારો દર્દીઓને સમયસર રક્ત મળી શક્યું છે અને અનેક દર્દીઓના જીવનને સાચા અર્થમાં રક્ત કવચ પ્રા થયું છે. નવા બ્લડ સ્ટોરેજ સેન્ટરો માત્ર આરોગ્ય સુવિધા નથી, પરંતુ અંતરિયાળ વિસ્તારોના દર્દીઓ માટે સાચા અર્થમાં જીવન સંજીવની સાબિત થયા છે. છેલ્લા ૪૨ વર્ષથી સ્વૈચ્છિક રક્તદાન ક્ષેત્રે અવિરત કાર્ય કરતી આ સંસ્થા આજે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે.
આ બ્લડ સ્ટોરેજ કેમ અત્યંત જરૂરી બન્યા છે?
આ બ્લડ સ્ટોરેજ સેન્ટર વર્તમાન સમયમાં કેમ આવશ્યક બન્યા તે અંગે મેડિકલ ડાયરેકટરશ્રી ડો. કમલ પટેલ જણાવે છે કે, (૧) સિકલ સેલ રોગૅં દક્ષિણ ગુજરાતનાં  આદિવાસી પટ્ટામાં આ રોગનો સૌથી વધુ બોજ છે. દર્દીઓને ગંભીર ઍનિમિયા અને જીવલેણ કટોકટીથી બચવા માટે વારંવાર ક્રાઇસીસ કે ગંભીર માંદગી દરમ્યાન વારંવાર ગ્શ્રંંફુ ર્વ્શ્વીઁસ્ન્શ્્યસ્ન્જ્ઞ્ંઁની જરૂર પડે છે.(૨) માતૃત્વ અને બાળ આરોગ્ય પ્રસૂતિ દરમ્યાન રક્તસ્ત્રાવ માતા મૃત્યુદરનું મુખ્ય કારણ રહે છે. બાળજન્મ દરમિયાન માતાઓ અને નવજાત શિશુઓના જીવનને તાત્કાલિક રક્ત ઉપલબ્ધતાથી બચાવી શકાય છે. (૩) સર્પદંશ કટોકટીં ચોમાસા દરમિયાન વારંવાર ઝેરી સર્પદંશ ઘણીવાર ગંભીર રક્તસ્રાવ વિકૃતિઓનું કારણ બને છે જેને તાત્કાલિક રક્ત ઘટક ઉપચારની જરૂર પડે છે. (૪) માર્ગ ટ્રાફિક અકસ્માતો અને આઘાતૅં ગોલ્ડન અવર દરમિયાન તાત્કાલિક ગ્શ્રંંફુ ર્વ્શ્વીઁસ્ન્શ્્યસ્ન્જ્ઞ્ંઁ થી મોટી ઇજાઓ પછી જીવન ટકાવી રાખવામાં નોંધપાત્ર સુધારો કરે છે. (૫) કેન્સર, થેલેસેમિયા અને મોટી શસ્ત્રક્રિયાઓૅં કીમોથેરાપી, ક્રોનિક ટ્રાન્સફ્યુઝન થેરાપી, અથવા ગંભીર અને આકસ્મિક શસ્ત્રક્રિયાઓ કરાવતા દર્દીઓ રક્ત અને રક્ત ઘટકોની અવિરત પહોંચ પર આધાર રાખે છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા અને અંતરિયાળ વિસ્તારના આદિજાતિ પરિવારોને બ્લડ સ્ટોરેજ સેન્ટરમાં સરળતાથી બ્લડની ઉપ્લબ્ધતાને કારણે તબીબી સંભાળ ઉપરાંત, સારવારમાં વિલંબ, બિનજરૂરી રેફરલ્સ, પરિવહન ખર્ચ, નાણાકીય મુશ્કેલીઓને અટકાવી શકાય અને મૃત્યુદર ઘટાડે છે.