નામધા સ્મશાન ભૂમિ રોડ ખાડાઓમાં ફેરવાયો
- byDamanganga Times
- 27 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ વાપી મહાનગરપાલિકા અને અનાવિલ મંડળ દ્વારા સંચાલિત નામધા સ્મશાનભૂમિ જવાનો મુખ્ય રસ્તો ચોમાસાના પ્રથમ વરસાદમાં જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. સમગ્ર માર્ગ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે. આ માર્ગ પર નામધા ચાંદોર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઉપરાંત ઍક ખાનગી શાળા પણ આવેલી છે.
ઍટલું જ નહીં, અહીં વાપી મહાનગરપાલિકાનો કચરા નિકાલ માટેનો કમ્પોસ્ટ પ્લાન્ટ તેમજ સુઍઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ આવેલો હોવાથી રોજ સેંકડો વાહનો, શાળાના બાળકો અને સ્થાનિક લોકોની સતત અવરજવર રહે છે. ખખડધજ બનેલા આ માર્ગને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે, શાળાઍ જતા બાળકોને પણ જોખમ ઉઠાવવું પડે છે. સ્થાનિકોઍ વાપી મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક ધોરણે પેચવર્ક કરી માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે.
