વાપી મનપા વિઝન-૨૦૪૫
- byDamanganga Times
- 27 August, 2026
વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ડેવલપમેન્ટ પ્લાન અંગે થોડા દિવસો પહેલા રજ્જુ શ્રોફ ઓડિટોરિયમમાં કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં શહેરના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને લઈને ત્રણ મહત્વના રિપોર્ટ રજૂ કરાયા હતા.વાપીનો સૂચિત ભાવિ વિકાસ કેવો હશે ,ભૂતકાળમાં શું સ્થિતિ હતી તે શહેરીજનોઍ જાણવાની જરૂર છે.વાપી મહાનગરપાલિકાના સૂચિત વિકાસ નકશામાં શહેરના ૬૦ વર્ષના વિકાસથી લઈને ૨૦૪૫ સુધીના આયોજનનો ચિતાર આપવામાં આવ્યો હતો. જે મુજબ ૧૯૬૫માં ગ્રામ પંચાયતમાંથી નગર પંચાયત બનેલું વાપી માટે ૧૯૭૦માં ઞ્ત્ઝ઼ઘ્ની સ્થાપના ર્ટનિંગ પોઈન્ટ બની. ૧૯૭૩માં લોકલ મંજૂરીના અધિકારો, ૧૯૭૪માં ડેવલપમેન્ટ પ્લાનનો ઈરાદો જાહેર કરાયો હતો . ૧૯૭૫માં ઞ્ત્ઝ઼ઘ્ને નોટિફાઈડ ઍરિયા જાહેર કરાયું. ૧૯૭૬માં ઞ્વ્ભ્્રૂશ્ઝ઼ ખ્ણૂદ્દ અમલમાં આવ્યો અને ૧૯૭૮માં વાપીને ઍરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી જાહેર કરાઈ.૧૯૮૦માં ડ્રાફટ ઝ઼ભ્, ૧૯૮૪માં ફાઈનલ અને ૧૯૮૫માં મંજૂર થયો. ૧૯૯૦માં વાપી નગરપાલિકાની સ્થાપના થઈ, ૨૦૦૬માં ચલા અને ડુંગરા ભળ્યા. ૨૦૦૮માં વાપી ખ્ઝ઼ખ્, ૨૦૧૩માં વાપી તાલુકો પારડીથી અલગ, ૨૦૧૯માં વાપી ખ્ઝ઼ખ્નો ડ્રાફટ ઝ઼ભ્ મંજૂર અને ૨૦૨૪માં વ્ભ્ સ્કીમ તૈયાર થઈ. છેલ્લે ૨૦૨૫માં ૧૨ ગામો સાથે વાપી મહાનગરપાલિકા અને સ્ભ્પ્ઘ્+ટુકવાડાને સમાવી વાપી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના થઈ.
વાપી વિસ્તારની ૧૯૬૧ થી ૨૦૧૧ સુધીની વસ્તીનો ઇતિહાસ ;૧૩ ગામ + વાપી શહેરની વસ્તીં
વાપી નગરપાલિકાં ૧૯૬૧માં ૧૫,૫૩૯ હતી જે ૨૦૧૧માં ૧,૬૩,૬૩૦ થઈ - સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર, બલીઠાં ૧,૩૩૩ થી વધીને ૧૨,૩૮૦, ચંડોર ૭૭૩ થી ૨,૩૮૯ , ચણોદ ૮૨૭ થી ૧૮,૭૭૬, છરવાડા ૬૪૬ થી ૮,૮૦૬, છીરી ૬૯૭ થી ૧૮,૮૨૯ - બીજા નંબરે સૌથી વધુ , કરવડ ૧,૬૮૪ થી ૫,૭૪૬ , કુંતા ૮૨૬ થી ૪,૦૧૯, મોરાઈ ૬૦૭ થી ૨,૧૯૨ , નામધા ૭૨૭ થી ૧,૯૩૮ , સલવાવૅં ૨,૦૩૭ થી ૫,૪૮૬ , તારકપારડી ૨૦૦ થી ૭૦૧ - સૌથી ઓછી વસ્તી, વટાર ૧,૬૪૩ થી ૩,૨૩૦ સાથે કુલ વાપી મહાનગર પાલિકા ની (૧૩ ગામ વાપી) ૧૯૬૧માં ૨૭,૫૩૯ હતી જે ૨૦૧૧માં ૨,૪૮,૧૨૨ થઈ છે. ટુકવાડા (૧૪મું ગામ) ૨,૫૮૨ થી ૫,૪૩૦ સાથે કુલ વાપી અર્બન ડેવલોપમેન્ટ ( વાપી મનપા ટુકવાડા)ૅં ૧૯૬૧માં ૩૦,૧૨૧ થી વધીને ૨૦૧૧માં ૨,૫૩,૫૫૨ થઈ છે . આમ વાપીમાં સૌથી વધુ વિકાસ ૨૦૦૧ થી ૨૦૧૧ વચ્ચે થયો છે. માત્ર ૧૦ વર્ષમાં વસ્તી ૧,૭૨,૫૬૩ થી વધીને ૨,૫૩,૫૫૨ થઈ ઍટલે લગભગ ૪૭્રુ નો વધારો. તેનું કારણ શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને બહારથી આવતા સ્થળાંતર છે.
શહેરના સૂચિત વિકાસ યોજનાની તૈયારી કુલ વિસ્તારના ૩૫.૮૮ ટકા જમીન હજુ પણ કૃષિ ઉપયોગમાં સૂચિત વાપીના વિકાસ નક્શામાં ઍકઝિટિંગ જગ્યાના નકશામાં કુલ ૮,૧૭૦.૮૧ હેક્ટરમાંથી ૫૭.૨૬ ટકા જમીન હજુ બિન-વિકસિત છે. જેમાં ૩૫.૮૮ ટકા ઍટલે કે ૨,૯૩૧.૭૯ હેક્ટર કૃષિ ઉપયોગમાં છે, જે સૌથી વધુ છે. ૨૦.૭૨ ટકા ઍટલે કે ૧,૬૯૨.૫૦ હેક્ટર ખાલી જમીન છે. વિકસિત વિસ્તાર ૩૮.૪૪ ટકા ઍટલે કે ૨,૮૧૩.૪૧ હેક્ટર છે. જેમાં રહેણાંક ક્ષેત્ર ૪૧.૧૦ ટકા સાથે ૧,૧૫૬.૩૯ હેક્ટર, ઔદ્યોગિક વિસ્તાર ૨૪.૨૯ ટકા સાથે ૬૮૩.૩૩ હેક્ટર અને પરિવહન માટે ૧૪.૫૭ ટકા સાથે ૪૦૯.૭૮ હેક્ટર જમીન છે. કોમર્શિયલ ૨.૪૭ ટકા, મિક્સ લેન્ડ યુઝ ૧.૪૫ ટકા છે. આ ડેટાના આધારે નવી વિકાસ નકશો બનાવવામાં આવશે.
ભવિષ્યનો પડકારૅં વાપી શહેરને રોજ ૬ પ્ન્ઝ઼ પાણીની જરૂર પડશે
વાપી મહાનગરપાલિકાના ઍક રિપોર્ટ મુજબ વધતી ઔદ્યોગિક વસ્તીને કારણે વધારાની ૬ પ્ન્ઝ઼ પાણીની માંગ રહેશે, ૫ પ્ન્ઝ઼ ગટર ભાર ભાર પડશે, પ્રાતિદિન ૧૭-૨૦ ટન ઘન કચરો અને ૧૦,૦૦૦-૧૧,૦૦૦ બેડના વર્કર હાઉસિંગની જરૂર પડશે.
માળખાકીય સવલતો માટે ભલામણ કરાઈ છે કે હયાત ઞ્ત્ઝ઼ઘ્માં ઔદ્યોગિક ગીચતા અને આધુનિકીકરણ, કુંતામાં ઔદ્યોગિક વિસ્તરણ, ડુંગરા વિસ્તારને રહેણાંક વિસ્તાર તરીકે વિકસાવવામાં આવશે. અહીં જ્યાં બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન કે મોટા રસ્તા જેવી પરિવહન સુવિધા હોય, તેની આસપાસ રહેઠાણ, દુકાનો, સ્કૂલો બધું ચાલતા અંતરે મળી રહે તેવું આયોજન. ઍટલે કે ડુંગરામાં નવી સોસાયટીઓ, ફલેટો અને લોકોને રહેવા લાયક સુવિધાઓ વિકસાવાશે.
કરવડ / મોરાઈ / વટાર માં શું થશે?
આ ત્રણેય ગામો હાઈવે અને ઔદ્યોગિક વિસ્તારને અડીને આવેલા છે, ઍટલે અહીં લોજિસ્ટિક્સ ઍટલે કે મોટા ગોડાઉન, વેરહાઉસ, ટ્રાન્સપોર્ટના ર્પાકિંગ, માલ-સામાન રાખવાની જગ્યા બનશે.
અને મિક્સ્ડ-યુઝ ડેવલપમેન્ટ ઍટલે ઍક જ બિલ્ડિંગ કે ઍક જ વિસ્તારમાં નીચે દુકાન/ઓફિસ અને ઉપર રહેઠાણ, અથવા ઍક બાજુ ઉદ્યોગ અને બીજી બાજુ ઘર - ઍવું ભેગું આયોજન કરશે જેથી કામદારોને કામની નજીક જ રહેવા મળે અને ટ્રાફિક ઓછો થાય.
સૌના માટે મનોરંજનની જગ્યાઓનું આયોજન કરાશે
આખા શહેર માટે મોટા સ્તરે મનોરંજન કેન્દ્રની જગ્યા. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોટા મેદાનો, જોગિંગ/સાયકલિંગ ટ્રેક, ઈવેન્ટ લોન, ઓપન ઍમ્ફી થિયેટર અને ર્પાકિંગ ઉભા કરશે.
તો સ્થાનિક નજીકની સોસાયટીના લોકો માટે રોજિંદા રમતગમત માટે આયોજન કરાશે જેમાં રમતના મેદાનો, સ્પોર્ટ્સ કોર્ટ, વોકિંગ/ફિટનેસ ટ્રેક, બાળકો માટે રમત વિસ્તાર અને ખુલ્લી પ્રવૃત્તિની જગ્યાનું ભાવિ આયોજન છે તો કોમ્યુનિટી પાર્ક, બગીચો, છાંયડાવાળી બેઠક વ્યવસ્થા, વોકિંગ લૂપ, સિનિયર સિટીઝન ઍરિયા, બાળકોનો પ્લે ઍરિયા અને ઓપન જીમનું પણ સૂચિત વિકાસ નકશામાં આયોજન છે.
આ ઉપરાંત નાના ગ્રીન પોકેટ / મીની પ્લાઝા કે જેનો મુખ્ય ઉદ્દેશ વાપીમાં દરેક નાગરિકને ઘરની નજીક જ બગીચો અને રમવાની જગ્યા મળી રહે તે છે.
