વાપીની ઍલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કુલ ચિત્ર સ્પર્ધામાં ઝળકી
- byDamanganga Times
- 26 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વાપીની શ્રી.ઍલ.જી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલમાં નવમો કલાકાર(ચિત્રકલા )૨૦૨૬ ઇન્ટર સ્કૂલ પેઇન્ટિંગ અને પોસ્ટર કોમ્પિટિશન યોજવામાં આવ્યું. ૨૦, ઑગષ્ટ ૨૦૨૬ ના રોજ .શ્રી ઍલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલમાં આ કલાકારચિત્ર સ્પર્ધામાં વલસાડ જિલ્લાની, કુલ ૧૮ સ્કૂલે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં કુલ ૧૦૮ વિદ્યાર્થીઓનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું. સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ પ્ર ગ્રુપ ૧- ધોરણ ૭ અને ૮ના વિદ્યાર્થીઓમાં, પ્રથમ ક્રમે- મોહિત રબારી, શ્રી વલ્લભ સંસ્કારધામ ડે ર્બોડિંગ સ્કૂલ, પારડી. દ્વિતીય ક્રમે – આશુતોષ જાદવ, ફેલોશીપ મિશન સ્કૂલ, વાપી. તૃતીય ક્રમે – ગોલ્ડી શર્મા, સેન્ટ થોમસ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ, વાપી. ગ્રુપ ૨. - ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓમાં, પ્રથમ ક્રમે- વૈષ્ણવી પીપરીયા, વલ્લભ આશ્રમ ઍમ.સી . ઍમ,કોઠારી ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ,પારડી. દ્વિતીય ક્રમે- ઍંજલ પટેલ, સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ, વલસાડ. તૃતીયક્રમે- હર્ષી પટેલ, સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ વલસાડ. ગ્રુપ ૩- ધોરણ ૧૧ અને ૧૨નાં વિદ્યાર્થીઓમાં, પ્રથમ ક્રમે -ગ્રીષ્મા છેડા, લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલ, સરીગામ. દ્વિતીય ક્રમે- દ્રષ્ટિ ટંડેલ, સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ, વલસાડ. તૃતીય ક્રમે- હેતી પટેલ, વલ્લભ આશ્રમ ઍમ.જી. ઍમ,અમીન ઍન્ડ વી. ઍન. સવાણી સ્કૂલ,પારડી.. આ સ્પર્ધાના પ્રથમ ક્રમ પ્રા કરનારને ૧૫૦૦ રૂપિયા કેશ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા,દ્વિતીય ક્રમ પ્રા કરનારને ૧૦૦૦ કેશ,ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા, તૃતીયક્રમ -ા કરનારને ૫૦૦ કેશ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહમાં શ્રી કૌશિક હરિયા ઍજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન ઍ. કે. શાહ, ઍસઍમસી ચેરમેન ઉજ્જવલ શુક્લા, ઍસઍમસી મેમ્બર શ્રી રાજેન્દ્ર પાલ મારવાહા, વગેરે અતિથિઓની હાજરીથી સમારંભની શોભા વઘી હતી.શાળાના આચાર્ય બીન્ની પોલ તથા સ્ટાફ વતી વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યા હતાં.
