વલસાડની કોલેજમાં કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિતરણ કરાયા
- byDamanganga Times
- 26 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ શાહ ઍન. ઍચ. કોમ્પ્યુટર સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ કોમર્સ કોલેજ, વલસાડ ખાતે કોમ્પ્યુટર સેન્ટર અંતર્ગત સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘ્ઘ્ઘ્ અને શ્ઞ્ઘ્ ખ્ષ્ટષ્ટશ્વંરુફૂફુ ખ્ણૂણૂં્યઁદ્દસ્ન્ ખ્સ્ન્સ્ન્જ્ઞ્સ્ર્ન્દ્દીઁદ્દ કોમ્પ્યુટર કોર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ ઍનાયત કરવામાં આવ્યા હતા.
કુ. સૃષ્ટિ, કુ. અર્ચના અને કુ. રોશની દ્વારા ખૂબ જ સુંદર રીતે પ્રાર્થના રજૂ કરી મા સરસ્વતી ની ઉપાસના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ચીફ ગેસ્ટ શૈલીબેન ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને જણાવ્યું કે ડીગ્રી સાથે સ્કીલ પણ ખૂબ જ જરૂરી છે. તેમણે કોમ્પ્યુટર સેન્ટર દ્વારા શરૂ કરેલી સ્કીલ ડેવલપમેન્ટની શરૂઆતને આગળ વધારી, ટેકનિકલ જ્ઞાનનો પ્રેક્ટિકલ ઉપયોગ કરવા પ્રેરણા આપી. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ માટે ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું. બીજા ચીફ ગેસ્ટ ડો. તન્વીબેન દેસાઈઍ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનો વિવિધ ક્ષેત્રોમાં થતો વ્યવહારુ ઉપયોગ સમજાવ્યો હતો અને ટેકનોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા. વિદ્યાર્થીઓ સ્મિત રાઠોડ, નિરાલી ચૌધરી, મો. વાસીક ખાન, વૈભવ ઢીમ્મર, નિશા મારવાડી અને કૃપા પટેલઍ પોતાના અનુભવો વ્યક્ત કરતાં જણાવ્યું કે કોમ્પ્યુટર સેન્ટરના કોર્ષથી તેમ પ્લ્ બ્શ્શ્જ્ઞ્ણૂફૂ, ર્વ્ીશ્રશ્રક્ક સહિતનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવામાં ખૂબ મદદ મળી છે. આ સ્કીલ્સ તેમના અભ્યાસ સાથે ભવિષ્યની કારકિર્દી અને રોજગાર માટે પણ ઉપયોગી રહેશે. વિદ્યાર્થીઓઍ આ સુંદર માર્ગદર્શન બદલ કોમ્પ્યુટર સેન્ટર હેડ હેલીબેન પાઠકનો આભાર વ્યક્ત કર્યો. ઈ. આચાર્ય વી. આર. ચાંપાનેરી સરે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કોમ્પ્યુટર સેન્ટર હેડ હેલીબેન પાઠકને સફળતાપૂર્વક કોમ્પ્યુટર કોર્ષ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન ઍમ. કોમ. પાર્ટ-૨ ના વૈભવ ઢીમ્મર અને ટી. વાય. બી.કોમ નિધિ લાડ દ્વારા કરવામાં આવ્યું હતું.
