Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

વાપીની જ્ઞાનધામ સ્કુલમાં કિવઝ સ્પર્ધા યોજાઈ

વાપીની જ્ઞાનધામ સ્કુલમાં  કિવઝ સ્પર્ધા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વાપીની શ્રીમતી સાન્દ્રાબેન શ્રોફ જ્ઞાનધામ સ્કૂલ ખાતે શનિવારે સંસ્કૃતિ સહોદયા ઇન્ટર-સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશન ‘જ્ઞાનોત્સવ-૨૦૨૬’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૮થી બપોરે ૨ વાગ્યા સુધી યોજાયેલી આ સ્પર્ધામાં સંસ્કૃતિ સહોદયા સાથે સંકળાયેલી ૧૩ શાળાના વિદ્યાર્થીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત લેખિત સ્ક્રીનિંગ રાઉન્ડથી થઈ હતી. ત્યારબાદ પસંદગી પામેલી ટીમો વચ્ચે ત્રણ અલગ-અલગ વયજૂથમાં મુખ્ય ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. કાર્યક્રમના પ્રારંભે હેડ બોય અથર્વ ભટ્ટ અને આસિસ્ટન્ટ હેડ બોય ઋષિ સવાણીઍ સ્વાગત પ્રવચન આપી ‘સંગચ્છધ્વં સંવદધ્વં’ના ભાવ સાથે સૌ સાથે મળીને આગળ વધવા અને શીખવાનો સંદેશ આપ્યો હતો.
ચેરપર્સન સાન્દ્રા શ્રોફ, પૂર્વ આચાર્યા અચલા જોશી અને આચાર્ય પ્રવીણ સુબ્રમણ્યમ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જ્ઞાનધામ ડાન્સ ટ્રુપ દ્વારા ભગવાન ગણેશની સુંદર નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આચાર્ય પ્રવીણ સુબ્રમણ્યમે પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને વિજય કરતાં જિજ્ઞાસા, ઝડપી વિચારશક્તિ, ટીમવર્ક અને શીખવાની ભાવનાને વધુ મહત્વ આપવા અનુરોધ કર્યો હતો.
ગ્રુપ-૧ (ધોરણ ૫થી ૭)માં ઍલ.જી. હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સલવાવ દ્વિતીય ક્રમે રહ્નાં હતું, જ્યારે યજમાન શ્રીમતી સાન્દ્રાબેન શ્રોફ જ્ઞાનધામ સ્કૂલે તૃતીય સ્થાન મેળવ્યું હતું. જ્ઞાનધામની ટીમમાં ધોરણ-૬ની અનુશ્રી ગર્ગ અને ધોરણ-૭ની હીવા બિમલ ગુઢકા સામેલ હતી.
ગ્રુપ-૨ (ધોરણ ૮થી ૧૦)માં ઍલ.જી. હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્ઞાનધામ સ્કૂલના વીર રિપન ટચક (ધોરણ-૯) અને અથર્વ આશિષ પટેલ (ધોરણ-૧૦)ની ટીમે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે તૃતીય સ્થાન મેળવ્યું હતું.
ગ્રુપ-૩ (ધોરણ ૧૧ અને ૧૨)ની સિનિયર કેટેગરીમાં યજમાન જ્ઞાનધામ સ્કૂલે શાનદાર પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું હતું. ધોરણ-૧૧ના વિશ્વમ યોગેશ કાલસરીયા અને ધોરણ-૧૨ના ખંજન દિવ્યેશ પટેલની ટીમે વિજેતા બની હતી. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે દ્વિતીય અને ઍલ.જી. હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલે તૃતીય સ્થાન મેળવ્યું હતું.
વિજેતા વિદ્યાર્થીઓને આચાર્ય પ્રવીણ સુબ્રમણ્યમના હસ્તે મેરિટ સર્ટિફિકેટ અને ટ્રોફી ઍનાયત કરવામાં આવી હતી. સમાપન પ્રસંગે આચાર્યઍ તમામ સ્પર્ધકોની તૈયારી, રમતિયાળ ભાવના અને માનસિક ચપળતાની પ્રશંસા કરી હતી. સાથે જ ૧૩ શાળાના ઍર્સ્કોટિંગ શિક્ષકોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આયોજન સમિતિની સુવ્યવસ્થિત કામગીરીને બિરદાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંકલન સરોજા બિલગી અને નીતિન વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. અંતે નીતિન વૈષ્ણવ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આમ, ‘જ્ઞાનોત્સવ-૨૦૨૬’ જ્ઞાન, બુદ્ધિમત્તા, ટીમવર્ક અને સહિયારા શિક્ષણની ભાવનાને ઉજાગર કરતો સફળ કાર્યક્રમ બની રહ્ના હતો.