Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

પારડી ફલાય અોવરબ્રિજ નીચે સિમેન્ટના ટુકડાં પડયા

પારડી ફલાય અોવરબ્રિજ નીચે સિમેન્ટના ટુકડાં પડયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
પારડી, તા. ૨૫ ઃ કિલા પારડીના મુખ્ય ચાર રસ્તા પર આવેલા ફલાયઓવર નીચે ઍક ગંભીર ઘટના બની હતી. ફલાયઓવરના તળિયાના ભાગમાંથી ૨ થી ૭ ઇંચ જેટલા સિમેન્ટ-કોન્ક્રીટના ટુકડા અચાનક નીચે ફાટીને પડ્યા હતા જોકે આ ફલાયઓવર સામાન્ય રીતે સારી સ્થિતિમાં દેખાય છે, પરંતુ બ્રિજના ઍક નાના હિસ્સામાંથી કોન્ક્રીટ નીચે પડવાની આ ઘટના ખૂબ જ ગંભીર છે. સદનસીબે, જે સમયે આ ટુકડા નીચે પડ્યા તે ક્ષણે ત્યાંથી કોઈ નાગરિક કે વાહન પસાર થઈ રહ્નાં ન હતું, જેથી કોઈ જાનહાની ટળી ગઈ હતી આ નાની ઘટના ઍક મોટો સંદેશ આપે છે. મોટા અકસ્માતો હંમેશા મોટી ખામીઓથી જ નથી થતા, પરંતુ ઘણીવાર આવા નાના અવગણવામાં આવેલા સંકેતો પણ મોટી દુર્ઘટનાઓનું કારણ બની શકે છે જવાબદાર અધિકારીઓને નમ્ર અપીલ કરે છે કે તેઓ આ બાબતની ગંભીર નોંધ લઈ સમયસર નાની મરામત અને સલામતી તપાસ હાથ ધરવામા આવે જેથી કિલ્લા પારડીના આ મુખ્ય માર્ગ પર દરેક નાગરિકની સુરક્ષા હંમેશા જળવાઈ રહે ઍ જરૂરી છે.