પારડીમાં ભકતોની માંગ મુજબ શ્રીજીને મૂર્તિઅો તૈયાર
- byDamanganga Times
- 26 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
પારડી, તા. ૨૫ ઃ ગણેશ ચતુર્થીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્ના છે, ત્યારે વિવિધ મંડળો, મહોલ્લા, સોસાયટીઓ અને ઘરોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવા માટે ભક્તો આતુર બન્યા છે. ઍક તરફ મંડપો અને ઘરોમાં શણગારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, તો બીજી તરફ મૂર્તિકારો પણ બાપ્પાની પ્રતિમાઓને આખરી ઓપ આપી ચૂક્યા છે. આ જ ક્રમમાં પારડીમાં આવેલા વર્ષો જૂના જાણીતા રાણા આર્ટ ખાતે પર્યાવરણની જાળવણી સાથે વિવિધ આકર્ષક ડિઝાઇનમાં ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે પારડીના રાણા આર્ટ દ્વારા આ વર્ષે પણ પર્યાવરણપ્રેમી ભક્તો માટે ખાસ માટીની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આર્ટિસ્ટ સચિન રાણા ઍ જણાવ્યું કે છેલ્લા ૨૦ વર્ષથી ચાલતા આ વ્યવસાયમાં પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે તે માટે સંપૂર્ણ શુદ્ધ માટીનો જ ઉપયોગ કરવામાં આવે છે.
આ વર્ષે રાણા આર્ટ દ્વારા ભક્તો માટે ખાસ અવનવી ડિઝાઇન્સ તૈયાર કરવામાં આવી છે, જેમ કે લાલબાગચા રાજા, મારવાડી ફેંટો અને પ્રસિદ્ધ દગડુશેઠ ગણપતિ જેવા મનમોહક સ્વરૂપોમાં મૂર્તિઓ કંડારવામાં આવી છે. તેમજ ભક્તોની ખાસ પસંદગી અને માંગ મુજબની કસ્ટમાઇઝ્ડ મૂર્તિઓ પણ તૈયાર કરાઈ છે. માટીની મૂર્તિઓને વિસર્જન અને લાવવા-લઇ જવામાં સરળતા રહે તે માટે મહત્તમ ૮ ફૂટ સુધીની સાઇઝ રાખવામાં આવી છે. હોવાનું મૂર્તિકાર સચિન રાણા ઍ જણાવ્યું હતું રાણા આર્ટની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓની માંગ માત્ર સ્થાનિક કક્ષાઍ જ નહીં, પરંતુ મુંબઈથી લઈને સુરત અને સમગ્ર ગુજરાતભરમાં જોવા મળી રહી છે. ગણેશ ચતુર્થી પહેલા જ અહીં ૯૦્રુથી વધુ મૂર્તિઓનું ઍડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે, જે દર્શાવે છે કે લોકોમાં હવે પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા વધી છે અને ઇકો-ફ્રેન્ડલી બાપ્પાને ઘરે લાવવાનો ક્રેઝ ચરમસીમાઍ છે. મૂર્તિકારોની આ સખત મહેનત અને ભક્તોનો આ ઉત્સાહ સાબિત કરે છે કે આ વર્ષે પણ ગણેશોત્સવ પારડી સહિત સમગ્ર પંથકમાં ખૂબ જ ધામધૂમથી અને પર્યાવરણના જતન સાથે ઉજવાશે.
