સાપુતારાના માલેગામ ઘાટમાં બે અકસ્માત
- byDamanganga Times
- 26 August, 2026
સાપુતારા, તા.૨૫ ઃ મહારાષ્ટ્રના વણી તરફથી ટામેટાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો ટ્રક માલેગામ ઘાટમાર્ગ પર આવેલા ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીકના વળાંકમાં ટ્રકની બ્રેક ફેલ થઈ જતા સાઈડમાં આવેલી સંરક્ષણ દીવાલ સાથે અથડાઈને અટકી ગયો હતો.સંરક્ષણ દીવાલ સાથે અથડાયા બાદ ટ્રક ઊંડા ખાડામાં ખાબકતાં બચી ગયો હતો. ટ્રકના ચાલક અને ક્લીનરનો સદનસીબે ચમત્કારિક બચાવ થયો હતો.બીજી ઘટનામાં મહારાષ્ટ્રના પુણે તરફથી માલસામાનનો જથ્થો ભરી સાપુતારા તરફ આવી રહેલુ કન્ટેનર નં. ઞ્થ્-૨૭-વ્વ્-૩૭૨૮ માલેગામ ઘાટમાર્ગમાં પહોંચતા ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં કન્ટેનર તેમજ તેમા ભરેલા માલસામાનને ભારે નુકસાન થયું હતુ. જોકે આ બનાવમાં પણ ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.
