Damanganga Times.

Damanganga Times.

August 27, 2026

વાપીમાં ૧૫ વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરનારને ૨૦ વર્ષની કેદ

વાપીમાં ૧૫ વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરનારને ૨૦ વર્ષની કેદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૫ ઃ વાપીના ડુંગરા વિસ્તારમાં ૧૫ વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં પોક્સો ઍક્ટ હેઠળની સ્પેશિયલ કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
પ્રા વિગત મુજબ, ડુંગરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩ના નવેમ્બર મહિનામાં આ અંગે ગુનો નોંધાયો હતો. ૧૫ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરવા બદલ પોલીસે ચાંદબાબુ ઇસ્લામ હાસમી (ઉ.વ. ૨૭) ની ધરપકડ કરી હતી.
આ કેસ વાપીના પોક્સો ઍક્ટના સ્પેશિયલ જજ ઍચ.ઍન. વકીલની કોર્ટમાં ચાલ્યો હતો. સરકાર તરફે પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીઍ દલીલો કરી હતી. તેમની દલીલો ગ્રાહ્ના રાખી કોર્ટે આરોપી ચાંદબાબુને દોષિત જાહેર કર્યો હતો.
કોર્ટે આરોપીને પોક્સો ઍક્ટની કલમ ૬ હેઠળ ૨૦ વર્ષની કેદ અને રૂ. ૧૦ હજાર દંડ, દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની કેદ, તેમજ ત્ભ્ઘ્ ની કલમ ૩૭૬(૨)(ફ) અને ૩૭૬(૩) હેઠળ પણ ૨૦ વર્ષની કેદ અને રૂ. ૧૦ હજાર દંડ, દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. તમામ સજાઓ ઍક સાથે ભોગવવાની રહેશે. સાથોસાથ કોર્ટે ભોગ બનનાર કિશોરીને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ કુલ રૂ. ૪ લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.