Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

વલસાડ પાલિકા તંત્રને ચીમકી : માર્ગો મરામત ન થાય તો મૂર્તિઅોનું વિસર્જન નહી

વલસાડ પાલિકા તંત્રને ચીમકી : માર્ગો મરામત ન થાય તો મૂર્તિઅોનું વિસર્જન નહી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ વલસાડમાં ઔરંગા નદી કિનારે આવેલ ઔરંગા ઓવારો રેલના પાણીમાં ભારે જર્જરીત  થઈ ગયો છે. તો બીજી તરફ નદીનો જુનો પુલ બંધ હાલતમાં તો નવો પુલ અધુરો છે.વલસાડમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે ગણેશ મંડળો લાલઘૂમ બની  રસ્તા ના સમારકામ નહીં થાય તો મૂર્તિ વિસર્જન ન કરવાની તંત્રને ચીમકી આપી છે. આગામી ગણેશોત્સવને ધ્યાને રાખીને વલસાડના ઔરંગા નદી કિનારે મૂર્તિ વિસર્જન દરમિયાન ઊભી થનારી ગંભીર સમસ્યાઓને લઈને શહેરના તમામ ગણેશ મંડળો ઍક મંચ પર આવ્યા છે. બિસ્માર જેટી, અસહ્ના ગંદકી તેમજ પુલના કારણે સર્જાનારી ટ્રાફિકની સમસ્યા મુદ્દે આગામી દિવસોમાં મંડળો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાકીદે ઉકેલ લાવવાની માંગ કરવામાં આવશે.વલસાડ ના ઔરંગા નદી કિનારે આવેલી ઓવરો  લાંબા સમયથી બિસ્માર  હાલત માં છે. આ વર્ષે આવેલા રેલના કારણે  ઓવારા ને  વધુ નુકસાન પહોંચ્યું છે. આજુબાજુ કાદવ-કીચડ અને ગંદકીના કારણે વિસર્જન સમયે મૂર્તિઓ નદીમાં પધરાવતી વખતે ભારે અકસ્માતનો ભય રહેલો છે. પાલિકામાં વારંવાર રજૂઆત છતાં કોઈ નક્કર કામગીરી થઈ નથી.ઔરંગા નદી પરનો જૂનો નાનો પુલ જર્જરિત હોવાથી વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો છે, જ્યારે સામે પક્ષે નવા પુલનું કામ હજુ અધૂરું છે.વિસર્જન માટે વલસાડ બંદર રોડ જ ઍકમાત્ર રસ્તો બચ્યો હોવાથી, વિસર્જન બાદ પરત ફરતા વાહનો માટે ભારે ટ્રાફિક જામ સર્જાવાની શક્યતા છે.વિસર્જન પર્વ દરમિયાન કોઈપણ ગણેશ મંડળ કે ભક્તોને મુશ્કેલી ન પડે અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ તેમજ સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે મંડળોના આગેવાનોઍ સાથે મળીને તંત્ર સમક્ષ યોગ્ય આયોજન અને વલસાડમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે ગણેશ મંડળો લાલઘૂમૅં સમારકામ નહીં થાય તો મૂર્તિ વિસર્જન ન કરવાની તંત્રને ચીમકી આપી છે.