ખેરગામમાં ૧૩ વર્ષ બાદ ગેસ પાઈપ લાઈનની સુવિધા મળશે
- byDamanganga Times
- 26 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા.૨૫ ઃ કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ સચિવ નીરજ મિત્તલે સ્પષ્ટ કરતા પણ પીઍનજી કનેક્શન ઉપલબ્ધ હોય છતાં કનેક્શન ના લીધું હોય તેમને નોટિસ પાઠવાશે અને તેમનું ઍલપીજી કનેક્શન રદ કરશે. જિલ્લા સ્તરે સંકલન સમિતિ બનાવાશે, હવે બંને કનેક્શન ઍક સાથે રાખી શકાશે નહીં-બોટલ કનેક્શન સરન્ડર કરવા જ પડશે. ખેરગામમાં તાલુકો બન્યો તે પૂર્વે પાઇપ્ડ ગૅસ જોડાણ અપાયા હતા. ખેરગામ બજાર, વહોરવાડ, કુંભારવાડના ઘરોઍ ડિસેમ્બર ૧૩ માં જોડાણની અનામત ભરેલી હોવા છતાં આજ દિન સુધી પાઇપ્ડ ગૅસ જોડાણ અપાયા નથી. ડિસેમ્બર ૨૩ માં મામલતદાર સેવા સેતુમાં પણ ફરિયાદ થયેલી છતાં પાઇપ દ્વારા ગેસ આપવામાં તંત્ર કેમ ઉદાસી છે તે સમજાતું નથી. વલસાડમાં રેલ આવતા બોટલ ગેસનો પુરવઠો પણ ખોરવાયો અને લોકોઍ જાતે જઈને બમણું ભાડું ખર્ચી સમય બગાડી રિફીલ લાવવા પડયાં. જાન્યુઆરી ૧૩ માં કેટલાક ગ્રાહકોઍ પાઇપ્ડ ગેસ જોડાણ માટે અરજી કરેલી, જરૂરી નાણા પણ ભરેલાં છતાં ૧૩ વર્ષથી તેઓને પીઍનજી પુરવઠો નહીં આપી સિલિન્ડર પર જ રસોઈ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની ઉકત જાહેરાતથી હવે પીઍનજી મળવાની વંચિતોને આશા જાગી છે. ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ- ગુજરાત સરકાર પી ઍન જી જોડાણ ની રાહ જોનારાને લાગી રહ્નાં છે ૧૩ વરસથી ન કરી શકી તે કામ હવે કેન્દ્ર સરકારના આદેશથી થશે ઍવું પીઍનજી જોડાણ ઈચ્છુકોને લાગી રહ્નાં છે.
