Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

ડુંગરીથી તડીપાર ઈસમ ઝડપાયો

ડુંગરીથી તડીપાર ઈસમ ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૨૫ ઃ વલસાડાના ડુંગરી ગામે રહેતો બુટલેગરને  વલસાડ જિલ્લામાંથી ઍક વર્ષ માટે તડીપાર કરાયેલા આરોપી આજરોજ ડુંગરી  વિસ્તારમાં  બિન્દાસ ફરતો જોવા મળતા  ડુંગરી પોલીસે આરોપી ને જાહેરનામાનો ભંગ કરવા બદલ  ઝડપી પાડી  જેલમાં ધકેલી દીધો છે.
ડુંગરી પોલીસ સ્ટેશનના પી.આઈ. યુ.ઍચ. પટેલની સૂચના હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઍઍસઆઈ હિરેન ને મળેલી  બાતમીના આધારે ડુંગરી બજાર, સ્વામિનારાયણ મંદિર સામે રોડ પરથી તનવીર પ્રકાશભાઈ કોળીપટેલ (ઉં.વ. ૨૪) હાલ રહે. ઊંટડી, ડી.પી. ફળિયા, તા.જી. વલસાડ (મૂળ રહે. ડુંગરી, રેલિયા ફળિયા, તા.જી. વલસાડ ને ઝડપી લેવાયો હતો. આરોપી તનવીર પટેલ વિરુદ્ધ પારડી પોલીસ મથક બીલીમોરા પોલીસ મથક વલસાડ સીટી પોલીસ પથક ડુંગરી પોલીસ મથક મળી કુલ નવ  જેટલા  ગુના નોંધાયા હતા. હાલમાં જ બુટલેગર તનવીર પટેલને સ્ટડી પાર કરવામાં આવ્યો હતો તેમ છતાં  આરોપી જાહેરનામાનો ભંગ કરી બિન્દાસ વિસ્તારમાં ફરતો જોવા મળતા ફરિવાર ડુંગરી  પોલીસે તેને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો  છે.