Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

વલસાડમાં ઍટ્રોસીટી-હુમલા કેસમાં પાલિકાના માજી પ્રમુખનાં આગોતરા જામીન રદ્દ

વલસાડમાં ઍટ્રોસીટી-હુમલા કેસમાં પાલિકાના માજી પ્રમુખનાં આગોતરા જામીન રદ્દ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી, જાનથી મારી નાખવાની ધમકી અને ઍટ્રોસિટી ઍક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલા  વલસાડ માજી પ્રમુખ  આરોપી દીપકભાઈ જેકીશનદાસ રાણાની આગોતરા જામીન અરજી વલસાડની ચોથી ઍડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
વલસાડના તિથલ રોડ સ્થિત ગાયત્રી ઍપાર્ટમેન્ટ સામે રહેતા સુમનભાઈ છોટુભાઈ ધોડિયા પટેલ પર ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ આરોપી દીપક રાણા અને તેના સાથીદારોઍ તેમના પર હુમલો કરી ઈજા પહોંચાડી જાતિ વિષયક ગાળો આપી હોવાની ફરિયાદ નોîધાવી હતી.
જેમાં વલસાડ સિટી પોલીસે ઍટ્રોસિટી ઍક્ટ અને જી.પી. ઍક્ટ હેઠળ ગુનો નોîધ્યો હતો. આ કેસમાં આરોપી પક્ષે ક્રોસ ફરિયાદ નોંધાવી ઘટના સ્થળ કોઈ જાહેર જગ્યા ન હોવાથી ઍટ્રોસિટી ઍક્ટ લાગુ પડતો નથી તેવો તર્ક રજૂ કરી જામીન આપવા વિનંતી કરાઈ હતી.
સરકારી વકીલ બી.આર. પ્રજાપતિ  તથા સિદ્ધાંર્થ દસોંદી  ઍ જામીનનો સખત વિરોધ કરતા આરોપી અગાઉ ૨૦૧૧ના ઍક ગુનામાં પણ સજા પામેલ છે. નોટિસ આપવા છતાં તે તપાસ અધિકારી સમક્ષ હાજર ન થઈને હોસ્પિટલમાં દાખલ થવાના બહાના બનાવી તપાસ ટાળી રહ્ના છે, જેથી તેને જામીન ન આપવા જોઈઍ. જે દલીલ ગ્રાહ્ના રાખી આરોપી તપાસમાંથી છટકી જવાની સંભાવના હોવાથી અને ચાર્જશીટ બાકી હોવાથી તેની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી હોવાનું જણાવી કોર્ટે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.