Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

વલસાડમાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ મુદ્દે આવેદન

વલસાડમાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ મુદ્દે આવેદન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ વલસાડ જિલ્લામાં અભ્યાસ કરતા હજારો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની વિવિધ સરકારી સ્કોલરશીપ લાંબા સમયથી અટવાયેલી હોવાના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ  વલસાડ શાખા દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી બાકી રહેલી સ્કોલરશીપ તાત્કાલિક જમા કરવા અને પોર્ટલ પરની ટેકનિકલ ખામીઓ દૂર કરવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કોલેજ અને ઉચ્ચ શિક્ષણ મેળવતા લ્ઘ્, લ્વ્, બ્ગ્ઘ્ અને ચ્ષ્લ્ વર્ગના વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ ન મળવાને કારણે ફી ભરવામાં તેમજ શૈક્ષણિક ખર્ચ ઉઠાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
પોર્ટલ પર વારંવાર સર્વર ડાઉન રહેવું, દસ્તાવેજ અપલોડમાં ક્ષતિઓ અને બિનજરૂરી ક્વેરીઓને કારણે હજારો અરજીઓ મહિનાઓથી પેન્ડિંગ પડી છે.કોલેજ તેમજ જિલ્લા કક્ષાઍથી થતી અરજી ચકાસણીની ધીમી ગતિને કારણે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ યોજનાના લાભથી વંચિત રહ્ના છે.
ખ્ગ્સ્ભ્ના કાર્યકરોઍ જણાવ્યું હતું કે, જો વહીવટી તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં ભરીને વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશીપની રકમ જમા કરવામાં નહીં આવે, તો વિદ્યાર્થીઓના હિત માટે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.