વાપીમાં રક્ષાબંધને બહેનો માટે સીટીબસમાં મફત મુસાફરી
- byDamanganga Times
- 26 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ સ્નેહના બંધનના પાવન તહેવાર રક્ષાબંધન નિમિત્તે વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓ અને દીકરીઓ માટે ખાસ ભેટની જાહેરાત કરવામાં આવી છે.
વાપી મહાનગરપાલિકા દ્વારા તા. ૨૮/૦૮/૨૦૨૬, શુક્રવાર ના રોજ રક્ષાબંધનના શુભ અવસર પર મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના (સીટીબસ ) અંતર્ગત વાપી સીટી બસ સર્વિસમાં બધી જ દીકરીઓ , મહિલાઓ માટે મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાઍ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા સરળતાથી અને સુરક્ષિત રીતે પહોંચી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે શહેરમાં દોડતી તમામ સીટી બસોમાં મહિલાઓ અને બાળકીઓ કોઈપણ ટિકિટ વિના મુસાફરી કરી શકશે.
