Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

વાપીમાં હાઈવે અોથોરીટીના બુલડોઝરો ગરજવા માંડતાં ફફડાટ

વાપીમાં હાઈવે અોથોરીટીના બુલડોઝરો ગરજવા માંડતાં ફફડાટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ સલવાવ બ્રિજથી વાપી તરફના નેશનલ હાઈવે નંબર ૪૮ પર છેલ્લા બે ત્રણ દિવસ થી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા  દબાણો દૂર કરવાનું મેગા ડિમોલિશન અભિયાન શરૂ કર્યું છે. જેમાં  મંગળવાર સુધીમાં હાઈવે થી ૪૦ મીટર સુધીમાં આવતા નજીક સેંકડો  કાંચા પાકા મકાનો, દુકાનો,શોરૂમના ગેટ, કેબિન, ગેરેજ વિગેરેને તોડી પાડવામાં આવ્યા છે.  પ્રા માહિતી મુજબ, નેશનલ હાઈવેની મધ્ય રેખાથી બંને તરફ ૪૦  મીટર સુધીની જગ્યા હાઈવે માર્જિનમાં આવે છે.
તેમ જણાવી છેલ્લા કેટલાક દિવસોથી માર્જિનમાં આવતા લોકોને  હાઈવે ઓથોરિટી દ્વારા નોટિસ ફટકારી હતી જે બાદ જેસીબી મશીન સાથે છેલ્લા ૨ ત્રણ દિવસથી મેગા  ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.હાઈવેની પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા આ ડિમોલિશન અભિયાનમાં  માર્જિનમાં આવતા સેંકડો કાચા-પાકા દબાણો, દુકાનો, રહેણાંક મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને શો-રૂમોના આગળના ભાગો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્નાં છે.હાલમાં તંત્ર દ્વારા સલવાવથી વાપી તરફ આવતી વખતે હાઈવેની ડાબી બાજુ ઍટલે કે પૂર્વ તરફના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે.
 થ્ઘ્ગ્ અને બુલડોઝરની મદદથી શેડ, ઓટલા, કમ્પાઉન્ડ વોલ અને પતરાના શેડ, રૂમ વિગેરે તોડી પાડવામાં આવી રહ્ના છે. આ કામગીરી ગુંજનથી મુંબઈ સુધી ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે.
બીજી તરફ, હાઈવેની જમણી તરફ ઍટલે કે પડ્ઢિમ તરફ પણ ૪૦ મીટરના માર્જિનમાં આવતા મિલકતધારકોને નોટિસ ફટકારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રા માહિતી પ્રમાણે ૧૯૮૦ થી ૨૦૦૦ ની સાલ માં હાઈવે નજીક નિર્માણ પામેલ મિલકતધારકોને તે સમયે હાઇવેથી ૨૩ મીટર ઍટલેકે આશરે ૭૦ ફૂટનું માર્જિન છોડાવેલું હતું.  નોટિસ મળતા જ  મિલકત ધારકોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને અનેક લોકો જાતે જ પોતાના દબાણો દૂર કરવા લાગ્યા છે.