Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

ડાંગના ૧૨ વિદ્યાર્થીઅોને સ્ટેમ ક્વિઝ ૪.૦ માં ટેબલેટ મળ્યા

ડાંગના ૧૨ વિદ્યાર્થીઅોને સ્ટેમ ક્વિઝ ૪.૦ માં ટેબલેટ મળ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
આહવા, તા. ૨૪ ઃ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત આવેલ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર દ્વારા આયોજિત સ્ટેમ ક્વિઝ ૪.૦ અંતર્ગત ડાંગ જિલ્લામાંથી ૪૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓઍ સહભાગ નોંધાયો હતો. તેમાં જિલ્લા કક્ષાઍ પ્રથમ તબક્કામાં ૧૨ જેટલા વિદ્યાર્થીઓને ઝોનલ કક્ષાના સ્ટેમ ક્વિઝ ૪.૦ માટે પસંદ કરવામાં આવ્યા હતા જેવો ઝોનલ કક્ષામાંથી રાજ્ય કક્ષા માટે પસંદ થયા હતા. ઉપરોક્ત સ્ટેમ ક્વિઝ ૪.૦ના ઝોનલ કક્ષામાં નવજયોત હાઈસ્કૂલ સુબીર, દીપ દર્શન હાઇસ્કુલ આહવા, સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ-સાપુતારા અને સેન્ટ થોમસ ઇંગ્લિશ મીડીયમ સ્કુલ, ઝાવડાના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતાં.
પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર - ડાંગના કોઓર્ડિનેટર રતિલાલ સૂર્યવંશી હસ્તે તેમને ગુજકોસ્ટ, ગાંધીનગર દ્વારા પ્રા સેમસંગ ગેલેક્સી ટેબલેટ ઇનામ સ્વરૂપમાં  આપવામાં આવ્યા હતાં.