વાપીમાં ઈ-પીઍફઅો દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રાદેશિક કાર્યાલય વાપી દ્વારા વાપી ઇન્ડસ્ટ્રીયલ ઍસોસિઍશન હોલ, વાપી ખાતે ઍક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી નોકરીદાતાઓ, કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારોને સામાજિક સુરક્ષા સંબંધિત નવીનતમ યોજનાઓ અને પહેલો વિશે જાગૃત કરી શકાય.
અધિક કેન્દ્રીય ભવિષ્ય નિધિ કમિશનર સુદિ ઘોષે સામાજિક સુરક્ષાના મહત્વ અને તેના વિવિધ પરિમાણો પર વિગતવાર ચર્ચા કરી. તેમણે ભવિષ્ય નિધિ હેઠળ ઉપલબ્ધ વિવિધ સામાજિક સુરક્ષા લાભો સમજાવ્યા અને યોજનાઓ વિશે નોકરીદાતાઓ અને કર્મચારીઓમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ પ્રસંગે, પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર-૧ અને પ્રાદેશિક કાર્યાલય, વાપીના પ્રભારી અધિકારી વિજય કુમારે ચ્ભ્જ્બ્ અને ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત વિવિધ નવી યોજનાઓ વિશે સમજાવ્યું અને તેમને ઉપલબ્ધ લાભોનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમની શરૂઆતમાં, વિભાગે ચ્ભ્જ્બ્ અને ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને પહેલો અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓના નોકરીદાતાઓ, પ્રતિનિધિઓ, ણ્ય્ મેનેજરો અને કર્મચારીઓઍ જાગૃતિ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં અમદાવાદના પ્રાદેશિક કાર્યાલયના પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર-ત્ અભિષેક કુમાર, વાપીના પ્રાદેશિક કાર્યાલયના પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર-ત્ત્ રોહિત સિંહ અને વાપી ઇન્ડસ્ટ્રીયલ ઍસોસિઍશનના ઉપપ્રમુખ મગન સાવલીયા, સ્ત્ખ્ના ખજાનચી રાજુલ શાહ સહિત અન્ય મહાનુભાવો અને ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્ના હતા.
