પારડીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૪ ઃ પારડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વરિષ્ઠ નાગરિક ભાઈ બહેનોઍ ઍકબીજાને પવિત્ર રાખડી બાંધીને શુભકામનાઓ પાઠવી હતી જ્યારે પારડી બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા નશા મુક્ત અભિયાન હેઠળ નસો છોડવા માટે પ્રતિજ્ઞા અપાવી રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી પારડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા વૈજનાથ મહાદેવ મંદિરના બાજુમાં આવેલ સભાખંડમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ઍન કે દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ મહેશભાઈ દેસાઈ મંત્રી પ્રફુલભાઈ પ્રજાપતિ ખજાનચી દલપતભાઈ ચાંપાનેરી સાથે અન્ય તમામ હોદ્દેદારો તથા વિશાળ સંખ્યામાં વરિષ્ઠ નાગરિક ભાઈ બહેનો અને પારડી પ્રજાપતિ બ્રહ્મકુમારી વિદ્યાલયના પૂજ્ય પારુલ દીધી અને અન્ય બહેનો ભેગા થયા હતા અને પવિત્ર રક્ષાબંધનની ઉજવણી દરમિયાન પારુલ દીધી અને અન્ય બહેનોઍ દરેક વરિષ્ઠ નાગરિકોને રાખડી બાંધી હતી ઍમનો મીઠું કરાવ્યું હતું ઍ જ રીતે વરિષ્ઠ નાગરિક બહેનોઍ દરેક વરિષ્ઠ નાગરિક ભાઈઓને રાખડી બાંધી હતી જેના અનુસંધાને દરેક બહેનોને વરિષ્ઠ નાગરિક મંડળના ભાઈઓ તરફથી ગિફટ આપવામાં આવી હતી આ ઉજવણી દર વર્ષે થાય છે તે આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં બ્રહ્માકુમારી પ્રજાપતિ વિદ્યાલય દ્વારા વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્નાં છે જે સંદર્ભમાં વ્યસન છોડવા માટે દરેકને બહેનોઍ પ્રતિજ્ઞા અપાવી હતી અને દરેકે વ્યસન છોડી સમાજને નવી દિશા તરફ લઈ જવા અને પ્રગતિશીલ બનાવવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જ્યારે વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ઍન કે દેસાઈ અને પ્રજાપતિ વિદ્યાલયના પારુલ દીધી ઍ રક્ષાબંધન પર્વ નિમિત્તે સમાજના દરેક વર્ગને કે જેવો વ્યસન કરતા હોય ઍમને વ્યસન છોડવા માટેની અપીલ કરી હતી આ રીતે વડીલો ઍ ઍકબીજાને રાખી બાંધી રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરી હતી અને વ્યસન મુક્તિ અભિયાન હેઠળ અનોખી ઉજવણી થઈ હતી અને આનંદપૂર્વક ખુશીપૂ પૂર્વ ઉજવણી થયા બાદ સભા સંપન્ન થઈ હતી.
