Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

સુરખાઈનાં માજી પોસ્ટ માસ્તરને ઉચાપત કેસમાં ત્રણ વર્ષની સજા

સુરખાઈનાં માજી પોસ્ટ માસ્તરને ઉચાપત કેસમાં ત્રણ વર્ષની સજા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૪ ઃ ચીખલી તાલુકાના સુરખાઈ ગામે ડાક સેવક તરીકે ફરજ બજાવતા બકુલેશ ગમન પટેલે પોતાની ફરજ દરમિયાન રૂપિયા ૧૦.૦૦૦ હજારની ઉચાપત કરતા  જેનો કેસ ચીખલી કોર્ટમાં ચાલી જતા કોર્ટે ૩ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૨૦,૦૦૦ નો દંડ જો દંડ ન ભરે તો નવ માસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે.
બનાવની પ્રા વિગતો અનુસાર ચીખલી તાલુકાના સુરખાઈ ગામે પોસ્ટ ઓફિસમાં ટપાલ વિતરક તરીકે બકુલેશ ગમન પટેલ ફરજ બજાવતા હતા દરમિયાન બ્રાન્ચ પોસ્ટ માસ્ટર નું મૃત્યુ થતાં બકુલેશ પટેલને વચગાળાની વ્યવસ્થા માં સુરખાઈ બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે તારીખ ૨. ૨. ૧૧ થી તારીખ ૭. ૮. ૧૫ સુધી હંગામી ચાર્જ સોંપવામાં આવેલ આ સમયગાળા દરમિયાન તેમના દ્વારા બચત ખાતા ધારક જીવણ બહાદુર પટેલ ના રૂપિયા ૧૦,૦૦૦ જમા કરી હિસાબમાં લીધેલ ન હોય બાદમાં ઓગસ્ટ ૨૦૧૬ માં બકુલેશ પટેલે ૧૦,૦૦૦ ખાતેદાર જીવણ બહાદુર પટેલને બરોબર પરત કરી દીધા હતા જોકે ૧૦,૦૦૦ ની હંગામી ઉચાપત બકુલેશ પટેલે કરેલ હોય જે બાબતની ફરિયાદ પોસ્ટ ઓફિસ ઇન્સ્પેક્ટર પંકજ જગુભાઈ પટેલે ચીખલી પોલીસમાં જે તે સમયે નોંધાવતા જેનો કેસ ચીખલી કોર્ટમાં ચાલી જતા ચીખલી કોર્ટના જજ ઍસ.પી. દવે ઍ સરકારી વકીલ યોગેશભાઈ આર. પટેલની દલીલોને ગ્રાહ્ના રાખી આરોપી બકુલેશ ગમન પટેલ રહે. સારવણી તા. ચીખલી ને કસૂરવાર ઠેરવી ૩ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૨૦,૦૦૦ નો દંડ જો દંડ ન ભરે તો વધુ નવ માસની સાદી કેદની સજા કરતો હુકમ કય

ોર્ છે.