ડાંગનાં સાકરપાતળ નજીક કાર ભેખડ સાથે અથડાઈ
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૨૪ ઃ ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઈને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર સાકરપાતળ ગામ નજીક આવેલા કુંડા ફાટક પાસે આજે કાર અકસ્માત સર્જાયો હતો. પ્રા વિગતો મુજબ, સુરત તરફથી સાપુતારા તરફ જઈ રહેલી ઍક કાર.ન.જી.જે.૦૫.જે.પી.૪૦૭૦નાં ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગની સાઈડમાં આવેલી ભેખડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્મતમાં કારના આગળના ભાગને તેમજ વિન્ડશીલ્ડને નુકસાન પહોંચ્યું હોવાનું તસવીરો પરથી સ્પષ્ટ જોવા મળે છે.જોકે, સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.ચોમાસાની ઋતુ દરમિયાન સાપુતારા–વઘઈ માર્ગ પર વરસાદને કારણે રસ્તો ભીનો રહેતો હોવાથી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધી જાય છે. ત્યારે આ અકસ્માત બાદ ફરી ઍકવાર વાહનચાલકોને વરસાદી માહોલમાં વાહન ધીમે ચલાવવા અને સાવચેતી રાખવાની જરૂરિયાત સામે આવી છે.
