Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

વાપીમાં સોનાના ભાવમાં ઉછાળા વચ્ચે ચાંદીના આભૂષણોની માંગમાં વધારો

વાપીમાં સોનાના ભાવમાં ઉછાળા વચ્ચે ચાંદીના આભૂષણોની માંગમાં વધારો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ દેશમાં સોનાના ભાવમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે હવે ચાંદીના આભૂષણોની માંગમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્ના છે. સોનુ સામાન્ય ગ્રાહકોની પહોંચથી દૂર જઈ રહ્નાં હોવાથી ગ્રાહકો ચાંદીના દાગીના તરફ વળી રહ્ના છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા ચાંદીના દાગીનામાં હોલર્માકિંગની પ્રક્રિયા તેમજ તેની ચકાસણીની ક્ષમતા વધારવા તરફ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
વેપારી વર્તુળોમાં સોના-ચાંદીના ભાવમાં આગામી દિવસોમાં પણ તેજી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે દેશના મહત્વના બજારોમાં સોનાનો ભાવ આશરે ૪,૦૭૦ ડોલર અને ચાંદીનો ભાવ ૭૦ ડોલર સુધી પહોંચ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્ના છે. દિવાળી સુધીમાં સોનુ ૫,૦૦૦ ડોલર અને ચાંદી ૮૦ ડોલરના સ્તરે પહોંચવાની શક્યતા પણ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત અને વાપી બજારમાં આજે સોનાનો ભાવ પ્રતિ તોલા આશરે રૂ. ૧.૫૮ લાખ જ્યારે ચાંદીનો ભાવ રૂ. ૨.૫૪ લાખ પ્રતિ કિલો રહ્ના હતો. આગામી દિવસોમાં સોનાનો ભાવ પ્રતિ તોલા રૂ. ૧.૭૦ લાખ અને ચાંદીનો ભાવ રૂ. ૩ લાખ પ્રતિ કિલોના સ્તરે પહોંચવાની શક્યતા વેપારી વર્તુળોમાં જોવામાં આવી રહી છે.
ખાસ કરીને આગામી દિવાળી પર્વ તેમજ લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને સોના-ચાંદીના બજારમાં ખરીદી વધવાની સંભાવના છે. સોનાના ભાવમાં સતત વધારો થતો હોવા છતાં પરંપરાગત રીતે શુભ પ્રસંગો અને લગ્નસરામાં સોનાની ખરીદી ચાલુ રહેવાની શક્યતા છે, જ્યારે બજેટને ધ્યાનમાં રાખતા અનેક ગ્રાહકો ચાંદીના આભૂષણો તરફ વળે તેવી શક્યતા છે.
વાપીના ભવાની જવેલર્સ ના માલિક અને અગ્રણી વેપારી રમેશભાઈ કોઠારી મતે દિવાળી અને લગ્નસરાની સિઝન દરમિયાન સોના-ચાંદીના બજારમાં વેપાર વધવાની અને બજારમાં તેજી જોવા મળવાની પૂરી શક્યતા છે. આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થાય તો હાલના ભાવને જોતા ગ્રાહકો દ્વારા આગોતરી ખરીદી કરવામાં આવે તેવી પણ શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્ના છે. આજે વાપીમાં સોનુ ૨૪ કેરેટ ઍક તોલાના ઍક લાખ ૫૮૦૦૦ અને ચાંદી ૨.૫૪ લાખ રૂપિયા કિલો નો ભાવ રહ્ના હતો સાથે છેલ્લા ૧૫ દિવસમાં સોનામાં ૧૩,૦૦૦ અને ચાંદીમાં સોળ હજાર રૂપિયાનો વધારો થયો છે જે અગામી દિવાળી અને લગ્ન સિઝન દરમિયાન ઍક લાખ ૭૦ હજાર રૂપિયા તોલુ સોનુ અને ચાંદી ત્રણ લાખ રૂપિયા કિલો સુધી જવાની શક્યતા જોવાઈ રહી હોવાનું જણાવ્યું છે સાથે ચાંદીના દાગીનાઓની માંગ સતત વધી રહી છે જેને લઇ વેપારીઓ હવે બીઆઈઍસ ના હોલમાર્ક વાળા દાગીના બનાવી વેચાણ કરે છે જેને માટે જરૂરી મંજૂરી પણ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાય છે.