પારડી-કપરાડાની ૪૦૦ આશા વર્કરો વળતરથી વંચિત : ડીડીઅોને રાવ
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવતી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોમાં વળતર ન મળવાને કારણે ભારે રોષ જોવા મળી રહ્ના છે. કપરાડા અને પારડી તાલુકાની ૪૦૦ જેટલી બહેનોને લાંબા સમયથી તેમની કામગીરીનું મહેનતાણું ચૂકવવામાં ન આવતાં, તેઓ જિલ્લા પંચાયત કચેરી ખાતે ઍકત્ર થઈ જિલ્લા વિકાસ અધિકારી ને રજૂઆત કરવાની તૈયારીમાં છે.
ગામડાંઓમાં સગર્ભા મહિલાઓની સારસંભાળ, રસીકરણ અને -ાથમિક આરોગ્ય સેવાઓ જેવી કામગીરી માટે આશા બહેનો સતત કાર્યરત રહે છે. મોટાભાગે આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવતી આ બહેનો માટે આ વળતર જ તેમના પરિવારના ગુજરાનનો મુખ્ય આધાર છે. લાંબા સમયથી બાકી રહેલા મહેનતાણાંને કારણે તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહી છે.સતત મહેનત કરાવવા છતાં સમયસર મળવાપાત્ર રકમ ન આપીને તેમનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્નાં હોવાનો આક્ષેપ આશા બહેનોઍ કર્યો છે. આ અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવવા માટે કપરાડા અને પારડી તાલુકાની બહેનો મોટી સંખ્યામાં વલસાડ જિલ્લા પંચાયત પહોંચશે અને ડીડીઓને આવેદનપત્ર આપી તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરશે.
