દાનહમાં વિવિધ સ્થળોની રાજયપાલ આનંદીબેન પટેલે મુલાકાત લીધી
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૪ ઃ દાદરા અને નગર હવેલીમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે વિવિધ સ્થળોની મુલાકાત લઈ વિકાસકાર્યો અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યપાલે ફખ્પ્બ્ મેડિકલ હોસ્પિટલ, ફખ્પ્બ્ મેડિકલ કોલેજ, ઝંડા ચોક સ્થિત સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર શાળા તેમજ સાયલી સ્થિત આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી.
સૌપ્રથમ તેમણે ફખ્પ્બ્ મેડિકલ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, આધુનિક તબીબી સાધનો અને દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હોસ્પિટલના તબીબો અને વહીવટીતંત્ર સાથે આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી અને હોસ્પિટલને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને ધોરણો અનુસાર વિકસાવવા બદલ પ્રશાસક પ્રફુલ પટેલના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ત્યારબાદ રાજ્યપાલે સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર શાળાની મુલાકાત લીધી હતી. શાળામાં આશરે ૧૨ હજાર વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્ના છે. તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરી શિક્ષણ વ્યવસ્થાની માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે નૈતિક મૂલ્યો, શિસ્ત અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને પુસ્તકો અને ચોકલેટનું વિતરણ પણ કર્યું હતું.રાજ્યપાલે ફખ્પ્બ્ મેડિકલ કોલેજમાં શૈક્ષણિક સુવિધાઓ, પ્રયોગશાળાઓ અને તાલીમ વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સાયલી સ્થિત આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતી શિક્ષણ, પોષણ અને સંભાળની વ્યવસ્થાની માહિતી મેળવી હતી અને બાળકોને ફ્રૂટ કિટનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે આનંદીબેન પટેલે પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા દસ વર્ષમાં થયેલા વિકાસકાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વમાં દાદરા અને નગર હવેલી વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્નાં છે. આરોગ્ય, શિક્ષણ તેમજ મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે થઈ રહેલા કાર્યોની પણ તેમણે પ્રશંસા કરી હતી.
