Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

ચણવઈનું ‘સેન્ટર ઓફ ઍક્સલન્સ’ ખેડૂતોની સમૃદ્ધિનું સરનામું બન્યું

ચણવઈનું ‘સેન્ટર ઓફ ઍક્સલન્સ’  ખેડૂતોની સમૃદ્ધિનું સરનામું બન્યું


(સલોની પટેલ દ્વારા)
વલસાડ, તા. ૨૪ ઃ ગુજરાત રાજ્યના બાગાયત ખાતા અંતર્ગત કાર્યરત ‘ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી’ દ્વારા સંચાલિત ‘સેન્ટર ઓફ ઍક્સલેન્સ ફોર ફલોરીકલ્ચર ઍન્ડ મેંગો, ચણવઈ (જિ. વલસાડ)’ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્નાં છે. આ સેન્ટર આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતોને રોગમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્લાન્ટિંગ મટીરીયલ્સ પૂરા પાડવાની નોંધપાત્ર કામગીરી કરી રહ્નાં છે. અહીં આધુનિક ગ્રીનહાઉસ અને નર્સરી કન્સેપ્ટ હેઠળ ધરુ અને કલમો ઉછેરવામાં આવતી હોવાથી છોડમાં રોગ-જીવાત સામે લડવાની ક્ષમતા વધુ હોય છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ઓછામાં ઓછી રૂ. ૨,૦૦૦ ની ખરીદી કરવા પર સહાય મળવાપાત્ર રહેશે. સહાયના નિયત ધોરણ મુજબ, સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૫,૦૦૦ પ્રતિ લાભાર્થીની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. જ્યારે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (લ્ઘ્/લ્વ્) ના ખેડૂતો માટે આ સહાય કુલ ખર્ચના ૭૫્રુ અથવા મહત્તમ રૂ. ૭,૫૦૦ -તિ લાભાર્થીની મર્યાદામાં મળવાપાત્ર છે. ચાલુ વર્ષ દરમિયાન સેન્ટર દ્વારા ખેડૂતોને સમયસર વાવેતર સામગ્રી ઉપલબ્ધ કરાવી ઉત્કૃષ્ટ પરિણામો મેળવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ખેડૂતોને અંદાજે ૫,૬૦૦ જેટલી ઉચ્ચ ગુણવત્તાવાળી આંબાની કલમો પૂરી પાડવામાં આવી છે, તેમજ શાકભાજી તથા ફૂલપાકના અંદાજે ૨.૩૦ લાખ તંદુરસ્ત ધરુનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, હાલમાં ખેડૂતો દ્વારા પૂરા પાડવામાં આવેલા બિયારણમાંથી સેન્ટર ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજે ૨.૫૦ લાખ ધરુ તૈયાર થઈ રહ્ના છે,
આ યોજનાનો સીધો લાભ મેળવવા માટે ખેડૂતોઍ નિયત નમૂનાની અરજી સાથે કેટલાક જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહે છે. જેમાં ત્રણ માસ કરતાં જૂની ન હોય તેવી ગામ નમૂના નં. ૮-અ, ૭ અને ૧૨ ની અસલ નકલ, આધાર કાર્ડ અથવા રેશનકાર્ડની નકલ, જરૂરિયાત મુજબ ફોટોગ્રાફ દર્શાવતું ઓળખપત્ર અને જો લાગુ પડતું હોય તો જાતિ કે દિવ્યાંગતાના પ્રમાણપત્રની નકલ સામેલ કરવાની હોય છે.