Damanganga Times.

Damanganga Times.

August 25, 2026

વલસાડ જિલ્લા સહકારી સંઘની વાર્ષિક જનરલ સભા યોજાઈ

વલસાડ જિલ્લા સહકારી સંઘની  વાર્ષિક જનરલ સભા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ સહકારી સંઘ ની ૬૦મી વાર્ષિક જનરલ સભા સંઘ ના કાર્યકારી પ્રમુખ ભરત ભાઈ પટેલ ની અધ્યક્ષ સ્થાને વલસાડ માં શાંતિ પૂર્ણ વાતાવરણ માં સંપન્ન થઇ હતી. સભા માં ઍજન્ડા મુજબના કામ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતા સંઘ ના ઇન્ચાર્જ ઍક્ઝિક્યુટિવ ઓફિસર ગિરીશ પટેલે ઍજન્ડા મુજબના કામ હાથ ધરી મિનિટબુકનું વાંચન કર્યું હતું. સંઘ ના કાર્યકારી પ્રમુખ ભરતભાઈ પટેલે સંઘ મારફત વર્ષ દરમ્યાન કરેલ વિવિધ સહકારી પ્રવૃતિની માહિતી આપી હતી. જેમાં મહિલા કો. ઓપ. ઍજ્યુકેશન ઓફિસર ગીતાબેન પટેલ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં સંઘના પ્રમુખ ભરતભાઈ અને મંત્રી અમિતભાઈ પટેલે પોતાનું શિક્ષણ બાબતે લેશન આપ્યું હતું.
આજની આ સભામાં ભરત ભાઈ, અમિતભાઈ, હસુભાઈ દેસાઈ વગેરે ચર્ચામાં ભાગ લીધો હતો. સંઘ ના ડાયરેક્ટર નીલકંઠ દેસાઈ, સુમનભાઈ દેસાઈ, વૈશાલીબેન દેસાઈ વગેરે હાજર રહી સભાના કામ ઍજન્ડા મુજબ કરવામાં ભાગ લીધો હતો.
સભ્યોને સંબોધન ભરતભાઈ પટેલે કહ્નાં જ્યારે આભાર વિધિ સંઘ ના મંત્રી અમિતભાઈ પટેલે કરી હતી.