વલસાડમાં રખડતા ઢોરોનો અડીંગો
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ શહેરના મુખ્ય વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાઍ પહોંચ્યો છે. અબ્રામા રોડ, મોગરાવાડી તેમજ રેલવે સ્ટેશનથી પોલીસ હેડક્વાર્ટર તરફ જતા માર્ગ પર ૨૪ કલાક પશુઓ અડીંગો જમાવીને બેઠા રહે છે. જાહેર માર્ગો પર આમને-સામને બાખડતા પશુઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે. રસ્તાની વચ્ચે પશુઓના ઝૂંડ બેસી રહેવાથી ટ્રાફિક જામ થાય છે અને વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. અભિયાન બંધ નગરપાલિકા દ્વારા અગાઉ ચલાવવામાં આવતું રખડતા ઢોરો પકડવાનું અભિયાન હાલમાં બંધ હાલતમાં છે, જેથી પશુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્ના છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તંત્ર કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્નાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોની ઉગ્ર માંગ છે કે વલસાડ નગરપાલિકા તાત્કાલિક અસરથી રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરે ઍવી માંગ છે.
