Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

સાપુતારામાં વિકઍન્ડને લઈ ટ્રાફિક જામ

સાપુતારામાં વિકઍન્ડને લઈ ટ્રાફિક જામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૨૩ ઃ ગુજરાતના ઍકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શનિ-રવિની રજાઓમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનને કારણે સાપુતારામાં ર્પાકિંગની વિકટ સમસ્યા સર્જાઈ હતી. જેના પગલે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ વણસી જતા વાહનોની લાંબી કતારો લાગી હતી.સાપુતારા ખાતેનું સ્વાગત સર્કલ, બોટિંગ તરફ જતો માર્ગ, ટેબલ પોઈંટ માર્ગ,આનંદો સર્કલથી નાગેશ્વર જતો માર્ગ, સ્વાગત સર્કલથી પેટ્રોલપંપ જતો માર્ગ વિકેન્ડમાં પોલીસ તંત્ર માટે માથાનો દુઃખાવો બનતા હોય છે.પરંતુ આ વખતે ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે સાપુતારા પોલીસ મથકના પી.આઈ. જે.કે. બારીયા ખુદ મેદાનમાં આવ્યા હતાં. સાપુતારા પી.આઈ. જે.કે. બારીયા સહિત પોલીસની ટીમે ખડેપગે ઉભા રહીને ટ્રાફિક સંચાલનની કામગીરી પોતે સંભાળી લીધી હતી. સાપુતારા પોલીસની આ સફળ અને પ્રશંસનીય કામગીરીના કારણે જોવાલાયક સ્થળો તરફ જતા તમામ માર્ગો પર વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો, જેનાથી પ્રવાસીઓ અને સ્થાનિકોને મોટી રાહત મળી હતી.