Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાંસદા પોલીસનો વોન્ટેડ આરોપી ધરમપુરથી ઝડપાયો

વાંસદા પોલીસનો વોન્ટેડ આરોપી ધરમપુરથી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૩ ઃ વાંસદા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ઍક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ધરમપુર પોલીસે બાતમીના આધારે કાકડકુવા બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે કાકડકુવા હાથી ફળિયા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન જીગરભાઈ સુરેશભાઈ ધો. પટેલ (ઉં.વ. ૨૮), રહે. કાકડકુવા, ધરમપુર, પોલીસના હાથે ઝડપાયો હતો. તપાસમાં આરોપી વાંસદા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ઍક વર્ષથી વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં આરોપી સામે ધરમપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના બે તથા નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીને ઝડપી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી માટે વાંસદા પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પીઆઈ ઍન.ઝેડ. ભોયાના માર્ગદર્શન હેઠળ પીઍસઆઈ વી.ઍ. વસાવા સહિત ધરમપુર પોલીસ ટીમે હાથ ધરી હતી.