Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપીમાં ફુડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ૩ હોટલના પરવાના રદ

વાપીમાં ફુડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ૩ હોટલના પરવાના રદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૩ ઃ વલસાડ જિલ્લા ફ્રુડ ઍન્ડ વિભાગ દ્વારા વાપી અને વાપી જીઆઇડીસી વિસ્તારમાં ખાદ્ય ઍકમો ઉપર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આદરોડા દરમિયાન વાપી ટાઉનની ત્રણ જાણીતી હોટલમાં સ્વચ્છતા અને ખરાબ, વાસી ખોરાક જણાતા આ ત્રણે હોટલના પરવાના સ્થગિત કરી દેવામાં આવ્યો છે. પ્રા વિગત મુજબ આ તપાસ દરમિયાન વાપી ઝુંડા ચોક ખાતે આવેલ વાપી રેસ્ટોરન્ટ સ્વીટ ઍન્ડ ફરસાણ જુના ફાટક ઍમજી રોડ, ભરત રેસ્ટોરન્ટ અને વાપી સેલવાસ રોડ નૂતન નગર ખાતે આવેલ હોટલ કેસરી માં અનહાઇજેનિક રસોડું વાસી ખોરાક તેમજ ખાદ્ય સુરક્ષાના ધોરણેના ઉલ્લંઘન બદલ લાઇસન્સ રદ કરાયા હતાં. આ કાર્યવાહીમાં વાપી રેસ્ટોરન્ટમાંથી ખરાબ બળેલું તેલ તેમજ સમોસાનો મસાલો અને માવો જ્યારે ભારત રેસ્ટોરન્ટમાંથી લેબલ વગરનું પનીર સિઝવાન ચટણી તેમજ હોટલ કેસરીમાં રસોડાની છત દીવાલો પરથી રંગના પોપડા તેમજ ભેજ અને રસોડામાં પાણીના ટેસ્ટિંગ રિપોર્ટનો અભાવ શાકાહારી અને માંસાહારી ચીજોને અલગ ન રાખવા તેમજ પેકિંગ રિપોર્ટ સ્ટાફના મેડિકલ અને ટ્રેનિંગ સર્ટિફિકેટનો પણ અભાવ જોવા મળ્યો હતો. જેને લઈ વલસાડ ફ્રુડ વિભાગની તપાસ ટીમ દ્વારા તાત્કાલિક વાસી ખોરાક અને ખાદ્ય સુરક્ષાના ધોરણેના ગંભીર ઉલ્લંઘન બદલ આ ત્રણેય હોટલના પરવાના સ્થગિત કરી દેવામાં આવ્યા છે. જ્યારે વાપી જીઆઇડીસી અને અન્ય વિસ્તારમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યાં પરિસ્થિતિ અને સ્વચ્છતા તેમજ યોગ્ય નિયમોનું પાલન થતું હોવાનું બહાર આવ્યું છે.