Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

સેલવાસમાં ગૂંજ્યા ‘બોલ બમ’ના નાદ

સેલવાસમાં ગૂંજ્યા ‘બોલ બમ’ના નાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૩ ઃ માં શારદા મિત્ર મંડળ સેલવાસ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં કાવડિયાઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આમલી સ્થિત રામજી મંદિર ખાતે પૂજા-અર્ચના બાદ કાવડ યાત્રાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભાજપા પ્રદેશ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, અજયભાઈ દેસાઈ સહિત સમાજના અગ્રણીઓઍ ભગવાન શિવની પૂજા કરી નારિયેળ વધેરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ તથા અન્ય મહેમાનોઍ પણ કાવડ ધારણ કરી કાવડિયાઓ સાથે યાત્રામાં ભાગ લીધો હતો. જેના કારણે કાવડિયાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર યાત્રા દરમિયાન ‘બોલ બમ’ના નાદ ગૂંજી ઉઠ્યા હતાં. આ કાવડ યાત્રા આમલી રામજી મંદિરથી પ્રસ્થાન કરી બિન્દ્રાબિન મંદિર પહોંચશે. ત્યાંથી કાવડિયાઓ પવિત્ર જળ ભરી પરત ફરશે અને લવાછા સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવનો જળાભિષેક કરશે.