Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

નાનાપોîઢામાં ‘તારપા વાદક રંજનકાકા’નું સન્માન કરાયું

નાનાપોîઢામાં ‘તારપા વાદક રંજનકાકા’નું સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ)
 નાનાપોîઢા, તા. ૨૩ ઃ રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિનની વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકામાં હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ હતી. જેમાં કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે નામના મેળવનાર વ્યકિત વિશેષનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વિશેષ અને લોકોનું ધ્યાન ખેંચી લે તેવુ સન્માન રંજનભાઈ નંદુભાઈ બિરારીનું થયું હતું.  સ્ટેજ પર આવતાની સાથે જ તેમની ઍન્ટ્રી સૌનું ધ્યાન ખેંચી લે તેવી હતી.  રંજન કાકા અસ્સલ આદિવાસી પહેરવેશમાં ગામઠી સ્ટાઈલમાં હાથમાં તારપુ લઈ વગાડતા વગાડતા સ્ટેજ પર આવી પહોંચતા લોકોઍ તાળીના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરી તેમની કલાને બિરદાવી હતી. મંત્રી સહિતના મહાનુભાવો સ્ટેજ પર હતા ત્યારે પણે તેમણે આદિવાસી સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખ્યો હતો.
જે બદલ મંત્રી નરેશભાઈ પટેલે તેમને બિરદાવ્યા પણ હતા અને તેમની કલા વિશે ઉપસ્થિત મહાનુભાવોને પણ માર્ગદર્શિત કર્યા હતા. મંત્રીની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા પ્રાયોજના વહીવટદાર શ્રીમતી આસ્થા સોલંકીના હસ્તે રંજન કાકાનું સન્માન કરવામાં આવ્યુ હતું.
સાંસ્કૃતિક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર રંજન કાકા વર્ષોથી આદિવાસી વાદ્ય તારપાનું જતન અને સંવર્ધન કરી રહ્ના છે.
 તેઓ તારપા વાદ્ય સાથે વલસાડ, નવસારી, સોનગઢ અને વ્યારાથી લઈને અમદાવાદ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ આદિવાસી સંસ્કૃતિનું પ્રિતિનિધિત્વ કર્યુ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલુ આ સન્માને સમસ્ત આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યુ હતું. તમામ મહાનુભાવોઍ પણ કલાકાર રંજન કાકાને અભિનંદન આપ્યા હતા.