Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

કપરાડાના પુલનું ધોવાણ થયાને ઍક મહિનો થવા છતાં મરામતના ઠેકાણા નથી

કપરાડાના પુલનું ધોવાણ થયાને ઍક મહિનો થવા છતાં મરામતના ઠેકાણા નથી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૩ ઃ કપરાડા તાલુકાના મેણધા દેહવારપાથી લોળ તરફ જતા માર્ગ પર આવેલા પુલનું ભારે વરસાદ અને પૂરનાં પાણીના કારણે ધોવાણ થયાને હવે ઍક મહિનો પૂર્ણ થવા આવ્યો છે. તેમ છતાં પુલના ધોવાણ થયેલા ભાગનું હજુ સુધી સમારકામ શરૂ કરવામાં ન આવતાં સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્ના છે. પુલની હાલતને કારણે બંને ગામો વચ્ચેની અવરજવર મુશ્કેલ બની છે. સ્થાનિક ગ્રામજનો તેમજ વાહનચાલકો છેલ્લા ઍક મહિનાથી હાલાકીનો સામનો કરી રહ્ના છે. ખાસ કરીને વરસાદી માહોલમાં પુલ પરથી પસાર થવું જોખમી બનતાં અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે.
પુલનું ધોવાણ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં ન આવતાં સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્ના છે કે પુલના ધોવાણની જાણ હોવા છતાં તંત્ર હજુ સુધી સમારકામ કેમ શરૂ કરતું નથી? વરસાદી ઋતુ દરમિયાન વધુ નુકસાન થાય અથવા કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોવામાં આવી રહી છે કે શું, તેવો રોષ પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્ના છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પુલના ધોવાણ થયેલા કોઝવે તથા ડૂબાણવાળા ભાગનું તાત્કાલિક ધોરણે સ્થળ નિરીક્ષણ કરી મજબૂત સમારકામ કરવું જરૂરી છે. જ્યાં સુધી કાયમી સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને ગામો વચ્ચેની અવરજવર માટે સુરક્ષિત વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
 ગ્રામજનોઍ તંત્ર સમક્ષ તાત્કાલિક સ્થળ તપાસ કરાવી પુલના ધોવાણ થયેલા ભાગનું  મજબૂત અને ગુણવત્તાયુક્ત સમારકામ હાથ ધરી માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. હવે જોવાનું ઍ રહ્નાં કે વધુ નુકસાન કે કોઈ દુર્ઘટના બને તે પહેલાં તંત્ર જાગશે અને પુલનું સમારકામ શરૂ કરશે કે પછી ગ્રામજનોની હાલાકી યથાવત્ રહેશે?