રોહિણામાં ખેડ સત્યાગ્રહની રેલી માટે બેઠક યોજાઈ
- byDamanganga Times
- 22 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૨૧ ઃ પારડી વિભાગ કિસાન પંચાયત દ્વારા આજરોજ રોહિણા ગામમાં આવેલ આશ્રમશાળામાં ૭૪માં પારડી ખેડ સત્યાગ્રહ પહેલી સપ્ટેમ્બરની રેલી ઉજવણી અંગે સભા યોજાઈ હતી. બિન રાજકીય રીતે યોજાનાર પારડી વિભાગ કિસાન પંચાયતની ખેડ સત્યાગ્રહની રેલીમાં સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ દેસાઈ અને સ્વર્ગસ્થ ઉત્તમભાઈ પટેલના આદેર્શો તથા સંસ્કારો લોકોને મળે અને ઍમણે કરેલા શિક્ષણ ઉપયોગી કાર્યો અંગેની સમાજને જાણકારી થાય તે માટે ખેડ સત્યાગ્રહની રેલી ૧ સપ્ટેમ્બર બપોરે ૧ઃ૦૦ કલાકે યોજવામાં આવશે. સભામાં સત્યાગ્રહી મંગળભાઈ પટેલ, ઉત્તમભાઈના પૌત્ર જીતેન્દ્રભાઈ કિર્તીભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્ના હતાં. આ ખેડ સત્યાગ્રહ રેલીમાં કનુભાઈ દેસાઈ નાણામંત્રી, ધવલભાઇ પટેલ સહિત કોંગ્રેસના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે.
