નવસારી જિલ્લામાં ૪૦૭૩ ડ્રોપ આઉટ બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાવ્યો
- byDamanganga Times
- 22 August, 2026
નવસારી, તા. ૨૧ ઃ રાજય સરકાર દ્વારા શાળા શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉમદા આશય સાથે ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે ઍસ.ઍસ. અગ્રવાલ કોલેજ ખાતે શિક્ષણ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિવિકાસ મંત્રી નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ જણાવ્યુ હતું કે, શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ તરફ વાળવા માટે શિક્ષકો અને વાલીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. વહીવટી તંત્ર અને શિક્ષકોના સઘન પ્રયાસોથી મોટી સંખ્યામાં બાળકો પુનઃશાળામાં અભ્યાસ કરતા થયા છે જે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે ભૌતિક સુવિધાઓ અને ઝડપી વિકાસના આ યુગમાં આજે આપણે શૂન્ય ટકા ડ્રોપઆઉટ દરની અત્યંત નજીક પહોંચ્યા છીઍ. આ અવસરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઍ.ઍમ. અગ્રવાલે સમરસ વિદ્યા સેતુ’ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યોની વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૪ થી ૫ મહિનામાં શિક્ષણ વિભાગ અને અન્ય વિવિધ વિભાગોના સંકલનથી નવસારી જિલ્લાના નોંધાયેલા ડ્રોપ આઉટ બાળકો પૈકી ૪,૦૭૩ બાળકોને સફળતાપૂર્વક પુનઃ શાળા શિક્ષણમાં લવાયા છે. આ ઉપરાંત ૧,૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ત્વ્ત્ તથા કૌશલ્યવર્ધક અભ્યાસક્રમો સાથે જોડવામાં આવ્યા છે. બાકી રહેલા ડ્રોપ આઉટ બાળકોને પણ આગામી સમયમાં ખાસ ઝુંબેશ હાથ ધરી ઘરે-ઘરે જઈને પુનઃશાળામાં પ્રવેશ માટેના પ્રયાસો કરવામાં આવશે. કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાચિયા, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મનિષ ગુરવાની, મ્યુ.કમિશનર જયેશ ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ, જિલ્લા શિક્ષણાધિકારી ચૌધરી, અગ્રણી મુકેશ અગ્રવાલ, ચિતલબેન સોની, પિયુષ દેસાઈ, મયુરીબેન દેસાઈ, અસ્મિતાબેન પટેલ, અધિકારીઓ-પદાધિકારીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.
