Damanganga Times.

Damanganga Times.

August 22, 2026

વાપીમાં સગીર ભત્રીજી સાથે દુષ્કૃત્યના આરોપી કાકાની જામીન અરજી નામંજૂર

વાપીમાં સગીર ભત્રીજી સાથે દુષ્કૃત્યના  આરોપી કાકાની જામીન અરજી નામંજૂર


વાપી, તા. ૨૧ ઃ વાપી ડુંગરામાં ૧૦ વર્ષીય સગીર ભત્રીજી સાથે દુષ્કૃત્ય કેસના આરોપી  કાકાની જામીન અરજી વાપીની પોક્સો કોર્ટે ફગાવી દીધી છે. મળતી માહિતી મુજબ ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં તા. ૦૬/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રે આરોપી ઈમ્તિયાઝ અહદ મોહમ્મદ ખાને પોતાની ૧૦ વર્ષીય ભત્રીજી સાથે દુષ્કૃત્ય આચર્યું હતું. આ અંગે ભોગ બનનારના પરિવારે તા. ૧૦/૦૫/૨૦૨૬ ના રોજ ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી હતી.