Damanganga Times.

Damanganga Times.

August 21, 2026

વલસાડ જિલ્લામાં અખાદ્ય સામગ્રી મુદ્દે તંત્ર ઍકશન મોડમાં

વલસાડ જિલ્લામાં અખાદ્ય સામગ્રી મુદ્દે તંત્ર ઍકશન મોડમાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ જિલ્લાના નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યસામગ્રી મળી રહે તેમજ ગ્રાહકો સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી ન થાય તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ વિભાગ), વલસાડ સર્કલ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ખાણી-પીણીની વિવિધ પેઢીઓ, હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાતાં નિયમોનું ઉલ્લંઘન કરતી પેઢીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.ફૂડ વિભાગે રામદેવ રેસ્ટોરન્ટ (કિલ્લા પારડી)  રસોડામાં ભારે અસ્વચ્છતા તથા પાણીનો રિપોર્ટ અને મેડિકલ સર્ટિફિકેટ રજૂ ન કરી શકતાં પેઢીનો પરવાનો સ્થગિત કરી ધંધો બંધ કરાવાયો. હોટેલ નિત્યાનંદ (ઉમરગામ) અનહાઈજેનિક રસોડું, વાસી ખોરાક અને ફ્રિજમાં ગંદકી જોવા મળતાં પરવાનો સ્થગિત કરી ધંધો બંધ કરાવ્યો, જલારામ ખમણ હાઉસ (તીથલ રોડ, વલસાડ)  રસોડામાં ગંદકી અને તેલનું પુનઃ વપરાશ (રી-યુઝ) થતું જણાતાં પેઢીનો પરવાનો સ્થગિત કરવામાં આવ્યો. અનિતા ફાસ્ટ ફૂડ ઍન્ડ ચાઇનીઝ કોર્નર (ઉમરગામ) અનહાઈજેનિક રસોડું, વાસી ખોરાક અને ફૂડ રજીસ્ટ્રેશન ન હોવાથી ધંધો બંધ કરાવાયો,  અરિહંત ગૃહ ઉદ્યોગ (ઉમરગામ) ગંદકી, અનહાઈજેનિક ઉત્પાદન અને રજીસ્ટ્રેશન ન હોવાને કારણે કામગીરી બંધ કરાવાઈ. આરોડિયા હોટેલ્સ પ્રા. લિ. - હોટેલ ફાઉન્ટેન (પારડી) કન્ટેનર પર લેબલિંગનો અભાવ, પાણી રિપોર્ટ, મેડિકલ સર્ટિફિકેટ અને પેસ્ટ કંટ્રોલ રિપોર્ટ ન હોવાથી નોટિસ ફટકારાઈ, હોટેલ પેપિલોન ઍલઍલપી (વાપી) સ્ટોરેજ કન્ટેનર પર લેબલિંગ, પાણી રિપોર્ટ અને મેડિકલ સર્ટિફિકેટના અભાવે નોટિસ અપાઈ, લક્ષ્મી રેસ્ટોરન્ટ (વાપી) પાણીનો રિપોર્ટ અને મેડિકલ સર્ટિફિકેટ રજૂ ન કરી શકતાં ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ અપા તપાસમાં સ્વચ્છતા જાળવતી મળી આવેલી પેઢીઓ તપાસ દરમિયાન વાપી, ઉમરગામ અને વલસાડની ૧૦ જેટલી પેઢીઓમાં નિયમ મુજબ યોગ્ય સ્વચ્છતા જોવા મળી હતી, જેમાં અમીરાસ રેસ્ટોરન્ટ (વાપી), મધુવન રેસ્ટોરન્ટ (વાપી), આરામ રેસ્ટોરન્ટ (ઉમરગામ), પ્રાઈમ ડાઈન રેસ્ટોરન્ટ (વલસાડ), ગજાનંદ ફાસ્ટ ફૂડ સેન્ટર (વલસાડ), શ્રી ઉડિપી રેસ્ટોરન્ટ (વલસાડ), ગોરીલાઝ (વલસાડ), સર્વોત્તમ રેસ્ટોરન્ટ (વલસાડ), ઍમ/ઍસ અંબિકા સ્નેક્સ (વલસાડ) અને અરોમા ચાર્ટ્સ ઍન્ડ સ્નેક્સ (વલસાડ)નો સમાવેશ થાય છે. ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવાયું છે કે જિલ્લામાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં તમામ ઍકમો સામે આ પ્રકારની સઘન તપાસ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.