Damanganga Times.

Damanganga Times.

August 22, 2026

નવસારીમાં ૨ અસામાજિક તત્ત્વો ૨ વર્ષ માટે તડીપાર

નવસારીમાં ૨ અસામાજિક તત્ત્વો ૨ વર્ષ માટે તડીપાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૧ નવસારી જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી જાળવી રાખવા કલેક્ટર મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ડૉ. જનમ ઠાકોરે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૫૬, ૫૭ મુજબ કડક કાર્યવાહી હાથ ધરી છે. વિજલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફઝ઼ભ્લ્, જાનથી મારી નાખવાના પ્રયાસ જેવા ગુનાઓમાં સંડોવાયેલા ફૈઝલ ઉર્ફે બાબુ ચાઈનીઝ ગીરાસીયા (રહે. ગોલવાડ) તથા અંદાજે રૂ.૩૭.૩૮ લાખના વિદેશી દારૂ સંબંધી પ્રોહિબિશનના ત્રણ ગુનાઓ ધરાવતા નિમેષ ઉર્ફે લાલો નાયકા (રહે. વિજલપોર) વિરુદ્ધ તડીપારનો આદેશ જારી કરાયો છે.
તંત્ર દ્વારા આ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓને સમગ્ર નવસારી જિલ્લાની હદમાંથી બે વર્ષ માટે હદપાર કરવાનો અને તેમના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. આદેશ અનુસાર બંને શખ્સોઍ ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧ વાગ્યા પહેલાં નવસારી જિલ્લાની હદ છોડી બહાર જવાનું રહેશે.