Damanganga Times.

Damanganga Times.

August 22, 2026

દમણથી અમદાવાદ અને મુંબઇ માટે ફલાઈટ શરુ થશે

દમણથી અમદાવાદ અને મુંબઇ માટે ફલાઈટ શરુ થશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૧ ઃ  દિલ્હી પછી, દમણનું નમો ઍરપોર્ટ હવે અમદાવાદ અને મુંબઈ માટે હવાઈ સેવા શરૂ કરવા માટે તૈયાર છે. રાજ્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળ, વહીવટીતંત્ર દમણની હવાઈ કનેક્ટિવિટીનો વિસ્તાર કરી રહ્નાં છે, જે આ પ્રદેશને દેશના મુખ્ય શહેરો સાથે જોડવામાં મદદ કરશે.
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, નમો ઍરપોર્ટથી દિલ્હીની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ ૧૬ જુલાઈના રોજ શરૂ થઈ હતી. હવે, હવાઈ સેવાનો વિસ્તાર કરીને, ઍલાયન્સ ઍર ૨૫ ઓગસ્ટથી દમણ, મુંબઈ અને અમદાવાદ વચ્ચે ફલાઇટ્સ શરૂ કરશે. આ સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ, મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત રહેશે. સમયપત્રક મુજબ, ફલાઇટ સવારે ૭ વાગ્યે મુંબઈથી ઉપડશે અને ૭ઃ૪૫ વાગ્યે દમણ પહોંચશે. ત્યારબાદ તે સવારે ૮ઃ૧૦ વાગ્યે દમણથી અમદાવાદ માટે રવાના થશે અને ૯ઃ૨૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. અમદાવાદથી પ્રલાઇટ બપોરે ૧૨ઃ૩૫ વાગ્યે દમણ માટે રવાના થશે અને ૧ઃ૪૫ વાગ્યે દમણ પહોંચશે. ત્યારબાદ ફલાઇટ બપોરે ૨ઃ૧૦ વાગ્યે દમણથી મુંબઈ માટે રવાના થશે અને ૨ઃ૫૦ વાગ્યે મુંબઈ પહોંચશે. નવી ફલાઇટ સેવા શરૂ થવાથી દમણના મુસાફરો તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રથી દમણ જતા પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓને ફાયદો થશે. આનાથી પર્યટન, વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા છે.