Damanganga Times.

Damanganga Times.

August 21, 2026

હાઈવે સંલગન્ ગેરકાયદે દબાણો અંગે નોટીસોથી ફફડાટ

હાઈવે સંલગન્ ગેરકાયદે દબાણો અંગે નોટીસોથી ફફડાટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ  વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-૪૮ને વધુ પહોળો કરવાની કામગીરીને પગલે હાઈવેની આસપાસના વિસ્તારમાં થયેલા અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી શરૂ થવાના સંકેતો મળતા જમીન માલિકો, બિલ્ડરો અને બાંધકામ ધારકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્ના છે.
મળતી માહિતી મુજબ વાઘલધરાથી ઉમરગામ સુધીના નેશનલ હાઈવે-૪૮ની બંને તરફ રસ્તો પહોળો કરવા માટે અગાઉ કરવામાં આવેલા જમીન સંપાદન તથા હાઈવેની હદને લગતા વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ દરમિયાન જરૂરી સરકારી મંજૂરીઓ મેળવ્યા વિના કરવામાં આવેલા મકાનો, કોમર્શિયલ બાંધકામો, શોપિંગ સેન્ટરો, ગોડાઉનો તેમજ ભંગારના ગોડાઉનો સહિતના બાંધકામોની વિગતો ઍકત્ર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
નેશનલ હાઈવે ઓથોરિટીની સુરત કચેરી તરફથી આવા બાંધકામો અંગે સંબંધિત જમીન માલિકોને નોટિસ પાઠવવામાં આવતા હાઈવેની આસપાસ બાંધકામ ધરાવતા લોકોમાં ચિંતા વધી છે. કેટલાક જમીન માલિકો, ખેડૂતો તથા બિલ્ડરો દ્વારા આ નોટિસ અંગે બેઠકો યોજી વિરોધની તૈયારી કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળે છે. દરમિયાન નેશનલ હાઈવે વિભાગના નિવૃત્ત કર્મચારીના જણાવ્યા મુજબ, હાઈવે વિસ્તરણ માટે અગાઉ સંપાદિત કરવામાં આવેલી જમીન અને તેની હદને ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવી રહ્ના છે. હાઈવેની આસપાસ જરૂરી સરકારી મંજૂરી મેળવીને કરવામાં આવેલા કાયદેસરના બાંધકામોને માત્ર આ કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવશે નહીં. જોકે, મંજૂર થયેલા બાંધકામ કરતાં વધુ બાંધકામ કરવામાં આવ્યું હશે અથવા જરૂરી મંજૂરી વિના બાંધકામ કરવામાં આવ્યું હશે તો તેવા બાંધકામ સામે કાર્યવાહી થઈ શકે છે.
આ સમગ્ર કાર્યવાહીથી વાઘલધરા, વલસાડ,પારડી, ઉદવાડા, વાપી ભીલાડ થી લઈને ઉમરગામના હાઇવેની આજુબાજુના વિસ્તારમાં આવેલ રહેણાંક તેમજ કોમર્શિયલ અને હોટલ ધાબા સંચાલકો માં પોતાના જમીન ઍને અને પરમિશન ક્યારે મેળવી છે તે ચકાસણી પણ કરી રહ્ના છે જ્યારે બીજી તરફ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સુરત કચેરી દ્વારા વલસાડ ડુંગરી અને વાઘલધરા હાઇવે ની આજુબાજુમાં આવેલા જમીન માલિકો અને મકાન માલિકોને કે, શોપિંગ સેન્ટર ધરાવનારને નોટિસ ફટકારવામાં આવતા ફળફળાટ ફેલાઈ જવા પામ્યો છે અને આ વિસ્તારમાં જમીન ધરાવતા તેમજ મકાન અને કોમર્શિયલ મકાન ધરાવનારાઓમાં મીટીંગ નો દોર શરૂ પણ થઈ જવા પામ્યો છે.
હવે જોવાનું ઍ રહ્નાં છે કે, ખરેખર આ હાઇવે ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી નોટિસ માત્ર અનઅધિકૃત બાંધકામ કરનારાઓ કે વર્ષો પહેલા ઍને જમીન કરવા માટે વહીવટી તંત્ર પાસેથી મેળવેલી તમામ મંજૂરીઓ હોવા છતાં તેઓને પોતાનું મકાન દૂર કરવા માટે આપી રહ્ના છે કે, કેમ તેવા પ્રશ્નો પણ લોકો કરી રહ્ના છે .