Damanganga Times.

Damanganga Times.

August 22, 2026

વલસાડ જિલ્લાની આંતરરાજય સરહદ પર દારૂની હેરફેર પર પોલીસનો જાો

વલસાડ જિલ્લાની આંતરરાજય સરહદ પર દારૂની હેરફેર પર પોલીસનો જાો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક ૯ પર પહોંચ્યો છે અને ૩૯ થી વધુ લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સફાળા જાગેલા પોલીસ તંત્ર દ્વારા સંઘ પ્રદેશ દમણ અને દાનહ તથા સેલવાને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા બાદ વલસાડ જિલ્લા પોલીસ પણ ઍક્શનમાં આવી છે. વલસાડ જિલ્લો મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની બોર્ડર સાથે જોડાયેલો હોવાથી અહીંથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય છે. આથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી વાપી કચીગામ, ડાભેલ,દાદરા ચેકપોસ્ટ, ભીલાડ, કપરાડા, પારડી,ઉદવાડા ઉમરગામ, ધરમપુર સહિતની તમામ બોર્ડર ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ શરૂ કરાયું છે. બહારથી આવતા ટેમ્પો, ટ્રક, ખાનગી કાર અને લક્ઝરી બસોમાં ખાસ ચેકીંગ કરવામાં આવી રહ્નાં છે. કોઈપણ શંકાસ્પદ  દારૂનો જથ્થો જિલ્લામાં પ્રવેશે નહીં તે માટે પોલીસે વોચ ગોઠવી છે. ઍટલુજ નહીં પણ વાપી સહિત જિલ્લામાં જ્યાં પણ ગેરકાયદે દારૂના અડ્ડા ચાલતા હતાં તે પણ બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. વાપી, ઉદવાડા, પારડી વલસાડ, જેવાં રેલવે સ્ટેશનો ઉપર જીઆરપી અને સ્થાનિક પોલીસ દ્વારા ગઈ કાલ રાત થી પેટ્રોલિંગ કરી દારૂની ખેપ ઉપર નજર રાખવામાં આવી રહી છે.