Damanganga Times.

Damanganga Times.

August 21, 2026

વાપીમાં સ્પંદન દ્વારા રવિવારે પરિસંવાદ યોજાશે

વાપીમાં સ્પંદન દ્વારા રવિવારે પરિસંવાદ યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપીની જાણીતી કલા સંસ્થા સ્પંદન તરફથી તારીખ ૨૩ ઓગષ્ટ, ૨૦૨૬ ના રોજ સાંજે ૪ કલાકે, રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમ, નામધા ખાતે ‘આધ્યાત્મિકતા અને આધુનિક વિજ્ઞાન ના સમન્વય સાથેની જીવનશૈલી’ પર ઍક પરિ સંવાદનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આર્ષ વિદ્યા મંદિર ના સંસ્થાપક,  હિન્દુ ધર્મસભાના સંયોજક તેમજ મહાસચિવ તથા આચાર્ય સભા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી  આચાર્યશ્રી પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી, બરૂમાળ ભાવ - ભાવેશ્વર મંદિરના સંસ્થાપક  પૂજ્ય સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતીજી તથા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી ગોવિંદાચાર્યજી મહારાજ શ્રી પાસેથી જ્ઞાન પ્રા કરવાનો સુયોગ સાંપડશે.  આ કાર્યક્રમમાં મોડરેટર તરીકે રાજકોટના જાણીતા દૈનિક ફૂલછાબના તંત્રી જવલંત છાયા સંચાલન સંભાળશે. વાપીમાં આ પ્રકારનો કાર્યક્રમ પહેલીવાર જ યોજાઈ રહ્ના છે ત્યારે સ્પંદન તરફથી  રસ ધરાવનારા સર્વેને  આ કાર્યક્રમમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે.