Damanganga Times.

Damanganga Times.

August 21, 2026

વાપીના કાંતિભાઈ પટેલે માઉન્ટ ઍલબ્રસ સર કરી સિદ્ધિ મેળવી

વાપીના કાંતિભાઈ પટેલે માઉન્ટ ઍલબ્રસ સર કરી સિદ્ધિ મેળવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦  ઃ વાપી-સલવાવના સાહસિક પર્વતારોહક કાંતિભાઈ હરિભાઈ પટેલે ઉંમર વર્ષ ૬૭ ના ઍ યુરોપ ખંડનું સૌથી ઊંચું અને રશિયાનું સર્વોચ્ચ શિખર ગણાતા માઉન્ટ ઍલબ્રસ (૫,૬૪૨ મીટર/૧૮,૫૧૦ ફૂટ) પર સફળતાપૂર્વક ચઢાણ કરી વાપીનું ગૌરવ વધાર્યું છે. તેમણે ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ માઉન્ટ ઍલબ્રસનું શિખર સર કર્યું હતું.માઉન્ટ ઍલબ્રસ વિશ્વના સાત શિખરો (લ્ફૂરુફૂઁ લ્્યૃજ્ઞ્દ્દસ્ન્) પૈકીનું ઍક છે. કાંતિભાઈ પટેલની વિશ્વના સાત શિખરોમાં આ બીજી સફળતા છે. અગાઉ તેમણે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ આફ્રિકા ખંડનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કિલિમાન્જારો સફળતાપૂર્વક સર કર્યું હતું.માઉન્ટ ઍલબ્રસનું ચઢાણ અત્યંત પડકારજનક માનવામાં આવે છે. અણધાર્યું વાતાવરણ, ભારે પવન, સતત બરફવર્ષા અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ વચ્ચે કાંતિભાઈ પટેલે અડગ મનોબળ સાથે ચઢાણ પૂર્ણ કર્યું હતું. ચઢાણ દરમિયાન તાપમાન આશરે માઇનસ ૧૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જ્યારે ઠંડા પવનને કારણે અનુભવાતું તાપમાન આશરે માઇનસ ૩૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ ગયું હતું. આવી અત્યંત ઠંડી અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિ વચ્ચે પણ હિંમત હાર્યા વિના કાંતિભાઈ પટેલે માઉન્ટ ઍલબ્રસના શિખર સુધી પહોંચીને સફળતાનો તિરંગો લહેરાવ્યો હતો. તેમની આ સિદ્ધિ વાપી-સલવાવ વિસ્તાર તેમજ સમગ્ર ગુજરાત માટે અને સાથે ભંડારી સમાજનું પણ ગૌરવ વધાર્યું છે. કાંતિભાઈ પટેલની આ ૬૭વર્ષેની ઉમરે પર્વતારોહણ સિદ્ધિ સાહસ, સંકલ્પ અને અડગ આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બની છે. વિશ્વના સાત શિખરો સર કરવાના તેમના અભિયાનમાં માઉન્ટ ઍલબ્રસની આ સફળતા વધુ ઍક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ છે.